Home /News /sport /

આ કારણે વિરાટ-અનુષ્કાએ કરવા પડી શકે છે બીજી વખત લગ્ન!

આ કારણે વિરાટ-અનુષ્કાએ કરવા પડી શકે છે બીજી વખત લગ્ન!

11 ડિસેમ્બરે બંનેએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા

અંબાલાના એક વકીલે આ અંગે આરટીઆઈ કરી હતી, જેમાં આ જાણકારી મળી છે.

નવી દિલ્હીઃ ગયા વર્ષના અંતમાં મીડિયાના મોટા ન્યૂઝ મળ્યા. ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટાલી ખાતે લગ્ન કર્યાં. બાદમાં તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં આવી. હવે બંને પોત-પોતાના કામ પર પરત લાગી ગયા છે. જોકે, સૂત્રોનું માનવામાં આવે તો બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યા બાદ ફરીથી એક વખત લગ્ન કરવા પડશે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના લગ્ન વખતે એક કાયદાકીય ભૂલ થઈ હતી. જેના કારણે બંનેએ ફરીથી લગ્ન કરવા પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 ડિસેમ્બરના રોજ ઇટાલીના ટસ્કનીમાં લગ્ન દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કાએ આ અંગેની ઔપચારિક જાણકારી ઇટાલી સ્થિત ભારતીય દૂતાવાસને આપી ન હતી.

કાયદા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ વિદેશમાં લગ્ન કરે છે ત્યારે તે લગ્નને વિદેશી લગ્ન કાયદા 1969 પ્રમાણે રજીસ્ટર કરવામાં આવે છે. વિરાટ અને અનુષ્કાના કેસમાં આવું થઈ શક્યું ન હતું. આથી બંનેએ તેના ઉપાય તરીકે ફરી વખત લગ્ન કરવા પડી શકે છે.

નોંધનીય છે કે આ જાણકારી એક આરટીઆઈ અંતર્ગત સામે આવી છે. અંબાલાના એક વકીલે આ અંગે આરટીઆઈ કરી હતી, જેમાં આ જાણકારી મળી છે. વિરાટ હાલમાં સાઉથ આફ્રિકામાં છે, જ્યારે અનુષ્કા હાલમાં તેના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
First published:

Tags: Anushka virat wedding

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन