મંગળવારે આઈસીસી વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ભારતનો 28 રને વિજય થયો હતો. આ જીત બાદ ભારતે 13 પોઇન્ટ સાથે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. બર્મિંગહામ ખાતે મળેલી જીત બાદ પ્રશંસકો રોહિત શર્મા, વિરાટ કોહલી અને વિકેટકિપર એમએસ ધોનીની પ્રશંસા કરતા થાકતા નથી. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં અમુક લોકો હાથમાં પ્લેકાર્ડ સાથે ધોની, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલીના નારા લગાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં ગુજરાતી પ્રશંસકોના હાથમાં 'બાહુબલી ધોની', 'કિંગ વિરાટ' 'હિટમેન રોહિત શર્માના' પ્લેકાર્ડ જોઈ શકાય છે. ક્રિકેટરોનો ઉત્સાહ વધારી રહેલા ભારતીય પ્રશંસકો દ્વારા "ગાંઠિયા, જલેબી, ફાફડા, હાર્દિક પંડ્યા આપણા" સહિતના નારા બોલાવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત "ટ્વિન્કલ ટ્વિન્કલ લિટર સ્ટાર, રોહિત શર્મા સુપર સ્ટાર", "તપેલીમાં શીરો, ધોની મારો હિરો", "ગાંઠિયા જલેબી ફાફડા, હાર્દિક પંડ્યા આપણા", "એક ફૂલ દો ફૂલ, રોહિત શર્મા બ્યૂટિફૂલ", "ખિસ્સામાં માવો, હિંમત હોય તો આવો" જેવા નારાઓ લગાવવામાં આવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર