IND vs NZ:કાનપુર ટેસ્ટમાં યુવક માવો ખાઈને ફોનમાં કરતો હતો વાત, Live મેચનો Video થયો Viral

કાનપુરની ટેસ્ટમાં ગુટખા ખાતો વ્યક્તિ લાઇવ કેમેરામાં જોવા મળ્યો હતો. લોકોએ ખૂબ બનાવ્યા જોક

Kanpur Match Gutkha Viral Video: કાનપુરનો આ વીડિયો જોઈને લોકોને માવાના બંધાણી યાદ આવી ગયા, ગુટખા-માવાના વ્યસનીઓ પર બનવા લાગ્યા જોક

  • Share this:
    Kanpur Match Gutkha Viral Video: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે (IND vs NZ Test Kanpur) આ ટેસ્ટમાં ગઈકાલે ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યુ હતું. સૌરાષ્ટ્રની જેમ કાનપુરમાં એક બાબત કોમન જોવા મળે છે. જેવી રીતે સૌરાષ્ટ્રમાં મોટાપાયે માવા-ગુટખાના બંધાણીઓ છે (Gutkha Addicts)એવી જ રીતે કાનપુરમાં પણ માવા ગુટખાના બંધાણીઓ ખૂબ છે. આવો જ એક બંધાણી ગઈકાલે મેચમાં લાઇવ કેદ થઈ ગયો હતો. ગુટખા ખાતા યુવકનો વીડિયો (Kanpur Match Gutkha Eating Man video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ક્રિકેટર વસીમ જાફરે પણ આ વીડિયો શેર કર્યો છે (Wasim Jaffer).

    વસીમ જાફરે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં ગુટખા ખાઈને ફોનમાં વાત કરતા યુવકનો વીડિયોનો સ્ક્રિન શોટ શેર કર્યો છે. આ સ્ક્રિન શોટમાં તેણે સ્માઇલી મૂક્યો હતો. જેમાં નીચે હેરાફેરીના એક્ટરનો સીન જોવા મળે છે. જાફરે આ વીડિયોમાં દેખાતા યુવકની મજા લીધી હતી.

    કાનપુર સૌરાષ્ટ્રની જેમ બંધાણીઓનું ઘર

    ગુજરાતમાં પાનમાવાના બંધાણીઓ સૌરાષ્ટ્રમાં મોટાપાયે છે. સૌરાષ્ટ્રમાં તેના કારણે પાનમાવાની દુકાનનો મોટો રોજગાર પણ ચાલે છે. આવી જ રીતે ઉત્તર પ્રદેશમાં કાનપુર પાનમાવાના બંધાણીઓનું ઘર છે. ઉત્તર પ્રદેશના શહેરમાં ગુટખા ખાવાનું ચલણ છે. લોકો સોશિયલ મીડિયામાં લખી રહ્યા હતા કે આવું તો કાનપુરમાં જ જોવા મળે

    આ પણ વાંચો :

    વસીમ જાફરે શેર કર્યો આ ટ્વીટનો સ્ક્રિન શોટ


    કાનપુરમાં ભારતે 345 રન બનાવ્યા

    કાનપુરની ટેસ્ટમાં ભારતે બે દિવસમાં 111.1 ઓવર રમીને 345 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારત વતી શ્રેયસ ઐયરે ઓપનિંગમાં ઉતરી અને સદી બનાવી હતી. ઐયરે 171 બોલમાં 105 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ સાઉથીએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કાઇલ જેમિસને 3 અને એઝાઝ પટેલે 2 વિકેટ ઝડપી હતી.



    જાડેજાના નિર્ણાયક 50 રન

    ભારત વતી રવિન્દ્ર જાડેજાએ પણ મજબૂતીથી 50 રન કરી અને ઐયર સાથે લાંબી ભાગીદારી નિભાવી હતી જેની બદોલત ટીમ 300ના સ્કોરને પાર પહોંચી હતી. જોકે, ત્યારબાદ ટીમમાં કોઈ ખેલાડી ખાસ રમી શક્યા નહીં અને ભારત 345 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

    આ પણ વાંચો : IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    સબૂત કે મેચ કાનપુરમાં જ છે!

    લોકો આ મેચ બાદ એકપછી એક વીડિયો શેર કરી રહ્યા હતા જેમાં લખી રહ્યા કે આ વાતનું સબૂત છે કે આ મેચ કાનપૂરમાં જ રમાઈ રહી છે. કાનપુરમાં રમાઈ રહેલી મેચ બદલ લોકો એકપછી એક વીડિયો શેર કરી રહ્યા હતા ત્યારે ટ્વીટર પર ધમાચકડી ચમી ગઈ હતી.
    Published by:Jay Mishra
    First published: