Home /News /sport /

શું Virat Kohli ટી-20 અને IPL બાદ વન-ડે કેપ્ટનશીપ પણ છોડશે?

શું Virat Kohli ટી-20 અને IPL બાદ વન-ડે કેપ્ટનશીપ પણ છોડશે?

વિરાટ કોહલી (ફાઇલ તસવીર)

Virat Kohli Quits RCB Captaincy: 2023ના વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાના કેલેન્ડર પર નજર કરીએ તો વર્લ્ડ કપ સિવાય ભારતીય ટીમ લગભગ 20 દ્વિ-પક્ષીય ટી-20 રમશે, જેમાં કોહલી ટીમની કેપ્ટનશીપ નહીં કરે.

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ખુબ જ ચર્ચામાં છે. વિરાટ કોહલીએ 3 દિવસમાં બીજી ટીમની કેપ્ટનશીપ છોડી દીધી (Virat Kohli Quits RCB Captaincy) છે. હવે તેઓ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ કરતા નહીં જોવા મળે. તેણે વીડિયોમાં આ વિશે માહિતી આપી હતી. જોકે, ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કદાચ તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ આ ભૂમિકા ભજવશે નહીં. પરંતુ તે આટલી જલ્દી કેપ્ટનશીપ છોડશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. તેમના આ નિર્ણય બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું તે વન-ડે ટીમની કેપ્ટનશીપ પણ છોડી દેશે?

આ બધા પ્રશ્નોના જવાબ ટી 20 વર્લ્ડ કપ બાદ જ સ્પષ્ટ થશે. જો આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન સારું રહેશે અને ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહેશે તો કદાચ તે વન ડે ટીમના કેપ્ટન રહેશે. નહીંતર, કોહલી આ ફોર્મેટની કેપ્ટનશીપ પણ છોડી દેશે અને 2023માં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે.

ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડતી વખતે ભલે વિરાટે કહ્યું હતું કે તે વન ડે અને ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરતા રહેશે. પરંતુ હાલ નિશ્ચિતપણે ન કહી શકાય કે તેઓ 2023ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે કે કેમ. તેમણે વર્કલોડનું કારણ જણાવી ટી-20 ની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ વાતને માની પણ શકાય. કારણ કે વિરાટ 2017થી સતત ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સંભાળી રહ્યા છે. પરંતુ જો આપણે 2023ના વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાના કેલેન્ડર પર નજર કરીએ તો વર્લ્ડ કપ સિવાય ભારતીય ટીમ લગભગ 20 દ્વિપક્ષીય ટી-20 રમશે, જેમાં કોહલી ટીમની કેપ્ટનશીપ કરશે નહીં.

આ દરમિયાન જે પણ ટી 20 ટીમની કમાન સંભાળશે, તેને વર્લ્ડકપ સુધી કેપ્ટનશીપનો સારો અનુભવ મળશે. આવી સ્થિતિમાં, જો BCCI ભવિષ્યમાં કોહલીને 50 ઓવરના ફોર્મેટની કેપ્ટનશીપમાંથી હટાવવાનો નિર્ણય કરે તો ભાગ્યે જ કોઈને નવાઈ લાગશે. કારણ કે આ ભારતીય ક્રિકેટ છે, જેમાં વસ્તુઓ ઝડપથી બદલાય છે.

રોહિતે પોતાને 'લીડર' તરીકે સ્થાપિત કર્યો

અનિલ કુંબલેનું ઉદાહરણ બધાને યાદ હશે, કેવી રીતે 2017માં તેમણે અચાનક ટીમના કોચનું પદ છોડવું પડ્યું હતું અને નિયમોને સાઈડ પર રાખીને રવિ શાસ્ત્રી મુખ્ય કોચ બન્યા હતા. આવી સ્થિતિમાં જો ભવિષ્યમાં આવું થાય તો કોઈને આશ્રર્ય થશે નહીં. જો, વિરાટ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં નિષ્ફળ જાય છે, તો આઈપીએલ, ટી-20ની જેમ તે માત્ર વનડેમાં ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેન તરીકે રમતા નજર આવી શકે છે. કારણ કે વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માની જગ્યા લેવાનો દાવો મજબૂત થયો છે.

આ પણ વાંચો: IPL 2021: વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પણ કોહલીના ડેપ્યુટી તરીકે રોહિતની ઓળખ એક લીડર તરીકે મજબૂત થઈ છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે એક યુવા ટીમને સાથે લઈને ચાલવાનું શીખી લીધું છે. જો આપણે તેમની આઈપીએલની કેપ્ટનશીપના રેકોર્ડ પર નજર કરીએ, તો તે માત્ર કોહલી જ નહીં, પરંતુ ત્રણ આઈસીસી ટ્રોફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીથી પણ ઘણા આગળ છે.

વિરાટ પર મનમાનીના આરોપો

મુંબઈએ રોહિતની કેપ્ટનશીપમાં પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. કોહલી વિશે આવા અહેવાલો સતત બહાર આવી રહ્યા છે કે તેણે સાથી ખેલાડીઓનો વિશ્વાસ ગુમાવી દીધો છે. જેઓ કોહલીને નજીકથી ઓળખે છે, તેઓ માને છે કે તે મનમાની કરે છે અને દરેકને સાથે લઈને આગળ વધવાની આવડત નથી. તાજેતરના ભૂતકાળમાં તેમના કેટલાક નિર્ણયો આ તરફ ઈશારો કરે છે.

પછી ભલે સાઉથૈમ્પટનમાં થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બે સ્પિનરોને સાથે ઉતારવાનું. 2019 વર્લ્ડ કપ પહેલા, કોઈ એક બેટ્સમેનને 4 નંબર પર સેટ ન થવા દેવા. આ સિવાય આર.અશ્વિનને ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટમાં તક ન આપવાના તેમના નિર્ણય પર પણ દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા.

એડિલેડ ટેસ્ટ બાદ વિરાટની પરિસ્થિતિ બદલાઈ

વિરાટને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટ પહેલા દરેક નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. પરંતુ આ મેચમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગયા અને ત્યારબાદ તેની ગેરહાજરીએ ઘણું બધું બદલી નાખ્યું. તેની ગેરહાજરીમાં ખેલાડીઓ પહેલા કરતા વધારે એકસાથે રહેવાન અનુભવ કરી રહ્યા હતા અને પરિણામ દરેકની સામે હતું. ભારતે ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ પોતાની બ્રાન્ડ વેલ્યૂ પર ખતરાને જોતા ના છોડી વન-ડે ટીમની કેપ્ટનશિપ : રિપોર્ટ

BCCI એ પણ કેપ્ટનશિપને લઈને કોઈ નિવેદન આપ્યું નથી

વિરાટે ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત 3 દિવસ પહેલા કરી હતી. આ પછી BCCIએ પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ આનું એક રસપ્રદ પાસુ જણાવ્યું હતું. આ અધિકારીએ કહ્યું કે જો તમે સૌરવ ગાંગુલી અને જય શાહના નિવેદનો પર નજર નાંખો તો બંનેએ વિરાટને અભિનંદન આપ્યા છે, પરંતુ 2023ના વર્લ્ડકપ સુધી વિરાટ કોહલી કેપ્ટન બની રહેશે કે નહીં તે અંગે એક શબ્દ પણ કહ્યો નથી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ભવિષ્યમાં વનડે ટીમનો કેપ્ટન રહેશે કે નહીં, તે આગામી 2 મહિનામાં સ્પષ્ટ થઈ જશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: T 20 world cup, Team india, ક્રિકેટ, વિરાટ કોહલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन