ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનનો ટીમ ઇન્ડિયાએ આપવો પડશે હિસાબ, થઈ શકે છે કાર્યવાહી!

News18 Gujarati
Updated: September 9, 2018, 5:39 PM IST
ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનનો ટીમ ઇન્ડિયાએ આપવો પડશે હિસાબ, થઈ શકે છે કાર્યવાહી!
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન કરી રહેલા ટીમ ઇન્ડિયાને મુશ્કેલ સવાલોનો સામનો કરવો પડી શકે છે

એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વિનોદ રાયને ઇંગ્લેન્ડમાં ટીમના ખરાબ પ્રદર્શન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે આ મામલે ટીમ ઇન્ડિયાના મેનેજર પાસેથી રિપોર્ટ માંગવામાં આવશે

  • Share this:
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન કરી રહેલા ટીમ ઇન્ડિયાને મુશ્કેલ સવાલોનો સામનો કરવો પડી શકે છે. ખબર છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ ખતમ થયા પછી ટીમ ઇન્ડિયા પાસે હાર-જીતનો હિસાબ માંગવામાં આવશે. માનવામાં આવે છે કે આ હારની સાઇડઇફેક્ટ કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઉપર પણ પડી શકે છે. પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના ચેરમેન વિનોદ રાયનું નિવેદન આ તરફ ઇશારો કરે છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વિનોદ રાયને ઇંગ્લેન્ડમાં ટીમના ખરાબ પ્રદર્શન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે આ મામલે ટીમ ઇન્ડિયાના મેનેજર પાસેથી રિપોર્ટ માંગવામાં આવશે. વિનોદ રાયે કહ્યું હતું કે હું કોઈ વાતનો વાયદો કરી રહ્યો નથી પણ શ્રેણી પછી રિવ્યુ થાય છે. જ્યારે ટીમ મેનેજર પોતાનો રિપોર્ટ આપશે તો અમે તેનું અધ્યયન કરીશું.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ ચેતવ્યો, ક્યાંક તાનાશાહ ના બની જાય વિરાટ કોહલી

કોની પર થશે કાર્યવાહી?
ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શન કર્યું છે પણ પ્રવાસમાં સૌથી વધારે સવાલ ટીમ મેનેજમેન્ટ પર ઉઠી રહ્યા છે. ખાસ કરીને કોચિંગ સ્ટાફ બધાના નિશાને છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કેટલાક ખેલાડી ડ્રેસિંગ રૂમનાં ખરાબ માહોલથી ટેન્શનમાં લાગી રહ્યા છે. આ રિપોર્ટ પછી જ સીઓએના ચેરમેને નિવેદન આપ્યું છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડમાં ટી-20 શ્રેણી જીતી હતી પણ વન-ડે અને ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી છે.
First published: September 9, 2018, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading