નવી દિલ્લી: ભારતે રવિવારે ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં મેડલની હેટ્રિક ફટકારી હતી. ભાવિના પટેલ, નિષાદ કુમાર, વિનોદ કુમારે (Vinod Kumar) ડિસ્ક થ્રોમાં (Discus Throw)બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ડિસ્કસ થ્રોની F-52 ઇવેન્ટની ફાઇનલમાં 19.91 મીટર ફેંક્યો હતો. સિલ્વર મેડલ ક્રોએશિયાના વેલિમિરે 19.98 મીટર ફેંક્યો હતો જ્યારે પોલેન્ડના પિયોટરે 20.02 મીટર સાથે ગોલ્ડ જીત્યો હતો.
વિનોદ કુમારે ડિસ્કસ થ્રોની F52 કેટેગરીમાં 19.98 મીટરના થ્રોની સાથે એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો. વિનોદે પોતાના છ પ્રયાસમાં 17.46 મીટરના થ્રોની સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 18.32 મીટર, 17.80 મીટર, 19.20 મીટર, 19.91 મીટર અને 19.81 મીટરનો થ્રો કર્યો. જેમાં તેનો પાંચમો થ્રો 19.91 મીટર સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો. આ સાથે તેણે એશિયન રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નિષાદ શરૂાતથી જ સારા ફોર્મમાં જોવા મળ્યો અને તેના પ્રથમ પ્રયાસમાં જ 2.02 મીટરનો કૂદકો લગાવ્યો હતો. ત્યારબાદ ભારતના આ પેરા એથ્લીટે 2.06 મીટરના જમ્પને બીજો પ્રયાસમાં પાર કરી નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. નિષાદ 2.09 મીટરના જમ્પના ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યો, જેના કારણે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે. નિષાદ તે ખેલાડીઓમાંથી એક હતો, જેની પાસે ભારતને મેડલની આશા હતી.
મહત્વનું છે ટે ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતના નામે ત્રણ મેડલ થઈ ગયા છે. વિનોદ કુમાર પહેલા નિષાદ કુમારે દેશને હાઈ જમ્પમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ પહેલા આજે સવારે ભાવિનાબેન પટેલે મહિલાઓની સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર