Vinod Kambli News: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને સચિન તેંડુલકરના ખાસ મિત્ર વિનોદ કાંબલી (Vinod Kambli KYC cheating) સાથે કે.વાય.સી. અપડેટના નામે ઠગાઈ થઈ છે. વિનોદ કાંબલી કે.વાય.સી. અપડેટ કરાવવાના નામે થતી ઠગાઈનો ( ભોગ બનતા તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. વિનોદ કાંબલીએ આ મામલે મુંબઈના (Vinod Kambli Online Fraud) બાન્દ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઓનલાઇન ફ્રોડના ભરડવામાં આવેલા વિનોદ કાંબલીને ઠગોએ છોડ્યા નથી. વિનોદ કાંબલી સાથે ઠગાઈ થયા બાદ પોલીસ ફરિયાદ ( Vinod Kambli Latest News)થઈ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર વિનોદ કાંબલીને બેંકમાંથી બોલીએ છીએ તમારું કેવાયસી અપડેટ કરવાનું છે એવું કહેતો ફોન આવ્યો હતો. આ મામલે સામે વાળી વ્યક્તિએ વિનોદ કાંબલીને બેંક એકાઉન્ટ નંબર આપવા માટે જણાવ્યું હતું. જોકે, કાંબલીએ નંબર આપ્યો કે તુરંત તેના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા.
કેટલા પૈસા કપાયા
એએનઆઈના અહેવાલ મુજબ વિનોદ કાંબલીના ખાતામાંથી કેવાયસી અપડેટના નામે આવેલા ફોનની છેતરપિંડી બાદ તેના બેંક એકાઉન્ટમાંથી 1,13,998 રૂપિયા કપાઈ ગયા હતા. આ ઘટના 3 ડિસેમ્બરની હતી ત્યારબાદ કાંબલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બેંકે શું કર્યુ?
કાંબલી કેવાયસી છેતરપિંડીનો ફોન આવ્યા બાદ પૈસા કપાઈ જવાની જાણ સંલગ્ન બેંકને કરી હતી. પોલીસની મદદથી બેંકને જાણ કરવામાં આવતા બેંકે કાંબલીના ખાતામાં ફરીથી રિવર્સ કરી દીધા હતા અને બેંકમાં ફરીથી પૈસા જમા થઈ ગયા હતા.
જો તમને કોઇએ તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી છેતર્યા હોય તો આટલું કરો
ડિઝિટલ બેંકિગના કારણે સાઇબર ક્રાઇમની ઘટના વધી ગઇ છે. છાપામાં તમે પણ અનેક વાર તેવી ઘટનાઓ વાંચતા હશો કે ફોન પર બેંકનો પિન માંગી ઓનલાઇન છેતરપીંડી કરી લાખોનું નુક્શાન કરી ગયા! ત્યારે જો તમારી જોડે તેવું થાય તો તાત્કાલિક સંબંધિત બેંકને આ અંગે સૂચિત કરો.
Mumbai: An FIR registered at Bandra Police Station, against unidentified person, based on a complaint by former cricketer Vinod Kambli of being duped of Rs 1,13,998 on the pretext of KYC update.
બેંકમાં ફરિયાદ નોંધાવતી વખતે તમારી પાસે તેના આધારિત ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથે જ જો તમે જોઇન્ટ ફ્રોડનો શિકાર થયા હોવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી જોઇએ.
જો તમને તમારા ખાતામાં કોઇ સંદિગ્ધ Transaction વિષે જાણ થાય તો તાત્કાલિક તમારા કાર્ડ જાહેરકર્તા બેંકને આ વિષે જણાવો. તમારે બેંકમાં ઔપચારિક રીતે ફરિયાદ નોંધાવો અને કસ્ટમર કેર નંબર પર ફોન કરી તે કાર્ડ કે એકાઉન્ટને તત્કાલ બ્લોક કરવાનું કહો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર