Home /News /sport /

વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ કથળી, પેન્શનથી ચલાવી રહ્યા છે ઘર, કહ્યું- સચિન તેંડુલકર બધું જાણે છે

વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ કથળી, પેન્શનથી ચલાવી રહ્યા છે ઘર, કહ્યું- સચિન તેંડુલકર બધું જાણે છે

સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી

    ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. (Vinod Kambli Interview) તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. (Vinod Kambli Income) ખાસ વાત એ છે કે વિનોદના બેસ્ટ ફ્રેન્ડ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (sachin tendulkar) પણ આ વાત જાણે છે. વિનોદે જણાવ્યું કે તેઓ બેરોજગાર છે અને હાલના દિવસોમાં કામની શોધમાં છે. તેમને BCCI તરફથી પેન્શન તરીકે દરરોજ 1000 રૂપિયા (30 હજાર રૂપિયા/મહિને મહિને) મળે છે, જેમાંથી તે ઘર ચલાવે છે. (Vinod kambli Networth)

    50 વર્ષીય વિનોદ કાંબલીએ મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'હું એક નિવૃત્ત ક્રિકેટર છું અને સંપૂર્ણપણે BCCIના પેન્શન પર નિર્ભર છું. મારી આવકનો એકમાત્ર સ્ત્રોત પેન્શન છે. હું બીસીસીઆઈનો આભારી છું પરંતુ મને કામ જોઈએ છે જેથી હું યુવા ક્રિકેટરોને મદદ કરી શકું. મુંબઈએ અમોલ મજુમદારને મુખ્ય કોચ તરીકે જાળવી રાખ્યા છે, જો તેમને મારી જરૂર હોય તો હું હાજર છું. (vindo kambli lifestyle)

    તેમણે આગળ જણાવ્યું, 'મેં તેમને (મુંબઈ ક્રિકેટ એસોસિએશન) ઘણી વખત કહ્યું છે કે જો તમને મારી જરૂર હોય તો હું તમારી સાથે છું. મારો પરિવાર છે અને મારે તેમની સંભાળ લેવાની છે. તમારા માટે રિટાયરમેન્ટ પછી કોઈ ક્રિકેટ નથી, પરંતુ જો તમારે જીવનમાં સ્થિરતા જોઈતી હોય તો તમારી પાસે કામ હોવું જ જોઈએ. હું એમસીએ અધ્યક્ષને વિનંતી તો કરી શકું છું કે જો, મારી જરૂર હોય તો હું તૈયાર છું.

    આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ ખરાબ બની, કહ્યું- પરિવાર ચલાવવો છે, કામ આપો

    કાંબલીએ આગળ કહ્યું, 'મને તેની (સચિન તેંડુલકર) પાસેથી કંઈપણ અપેક્ષા નથી. તેણે મને TMGA(તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડેમી) નું અસાઇનમેન્ટ આપ્યું અને હું ખૂબ ખુશ થયો. તે મારો ખૂબ સારો મિત્ર છે અને હંમેશા મારી પડખે રહ્યો છે.

    વિનોદ કાંબલીએ તેના સ્કૂલના દિવસોમાં સચિન સાથે 664 રનની રેકોર્ડ ભાગીદારી કરી, જેણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી. 34 વર્ષ પહેલાની આ રેકોર્ડ ભાગીદારીમાં વિનોદે 349 રન અને સચિને અણનમ 326 રન બનાવ્યા હતા.

    મુંબઈના રહેવાસી વિનોદ કાંબલીએ પોતાની કારકિર્દીમાં 17 ટેસ્ટ અને 104 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 2 બેવડી સદી પણ ફટકારી અને કુલ 1084 રન બનાવ્યા. તેણે વનડેમાં 2 સદી અને 14 અડધી સદીની મદદથી કુલ 2477 રન બનાવ્યા. આ સિવાય તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 35 સદીની મદદથી 129 મેચમાં કુલ 9965 રન બનાવ્યા છે.

    આ પણ વાંચો: પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ, એકબીજા પર કર્યા આવા પ્રહારો

    Seotit vinod kambli reveal his economical condition ask for an assignment to work - વિનોદ કાંબલીએ જણાવી પોતાની આર્થિક પરિસ્થિતિ, હાલ પેંશન જ આવક છે.

    seodisc former Indian cricketer vinod kambli reveal his economical condition in his latest interview. he had played more than 17 test and 104 ODI cricket matches for team India, he is close friend of well known cricketer sachin tendullkar - વિનોદ કાંબલીએ સચિન સાથે 664 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી, પોતાની કારકિર્દીમાં 17 ટેસ્ટ અને 104 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 2 બેવડી સદી પણ ફટકારી અને કુલ 1084 રન બનાવ્યા. તેણે વનડેમાં 2 સદી અને 14 અડધી સદીની મદદથી કુલ 2477 રન બનાવ્યા.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Cricket News Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन