Home /News /sport /

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ ખરાબ બની, કહ્યું- પરિવાર ચલાવવો છે, કામ આપો

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની આર્થિક સ્થિતિ ખરાબ બની, કહ્યું- પરિવાર ચલાવવો છે, કામ આપો

50 વર્ષના કાંબલીને હવે ઓળખવવો થોડો મુશ્કેલ લાગે છે. સફેદ દાઢી અને માથા પર હેટ સાથે તે જ્યારે એમસીએના કોફી શોમાં પહોંચ્યો તો ઘણો દુબળો જોવા મળતો હતો

Vinod Kambli - વિનોદ કાંબલી બેરોજગારીથી પરેશાન બન્યો, પોતાનો પરિવાર ચલાવવા માટે મેદાન પર કોઇપણ કામ કરવા તૈયાર

    મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી (vinod kambli)ફરી વખત ચર્ચામાં આવ્યો છે. વિનોદ કાંબલી બેરોજગારીથી (vinod kambli financial crisis)પરેશાન છે. તે એટલો પરેશાન બની ગયો છે કે પોતાનો પરિવાર ચલાવવા માટે મેદાન પર કોઇપણ કામ કરવા તૈયાર છે.

    50 વર્ષના કાંબલીને હવે ઓળખવવો થોડો મુશ્કેલ લાગે છે. સફેદ દાઢી અને માથા પર હેટ સાથે તે જ્યારે એમસીએના કોફી શોમાં પહોંચ્યો તો ઘણો દુબળો જોવા મળતો હતો. ગળામાં સોનાની ચેઇન, હાથનું બ્રેસલેટ બધું ગાયબ હતું. મોબાઇલની ફોનની સ્ક્રીન પણ તુટેલી હતી. ક્લબમાં પહોંચવા માટે પણ તે કોઇ ઓળખનાર સાથે આવ્યો હતો.

    પેન્શનથી ચાલે છે પરિવાર


    વિનોદ કાંબલીને બીસીસીઆઈમાંથી 30 હજાર રૂપિયા પેન્શન મળે છે અને તે જ તેની કમાણીનું એકમાત્ર સાધન રહ્યું છે. આ માટ તે બોર્ડનો આભારી પણ છે. અંતિમ વખતે તેણે 2019માં મુંબઈ ટી-20 લીગમાં એક ટીમની કોચિંગ કરી હતી. જ્યારે કાંબલીની વાત હોય અને સચિનનો ઉલ્લેખ ના હોય તો કેવી રીતે શક્ય બને. પોતાની સ્થિતિ પર વાત કરતા કાંબલી કહે છે કે તે (સચિન તેંડુલકર)બધું જાણે છે.

    આ પણ વાંચો - પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ, એકબીજા પર કર્યા આવા પ્રહારો

    સચિન તેંડુલકર વિશે શું કહ્યું


    કાંબલીએ કહ્યું કે હું તેની પાસેથી કેટલીક આશા રાખતો નથી. તેણે મને તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમી (TMGA)નો કાર્યભાર આપ્યો હતો. હું ઘણો ખુશ હતો. તે મારો ઘણો સારો મિત્ર રહ્યો છે. તે હંમેશા મારી સાથે ઉભો રહ્યો.

    વિનોદ કાંબલી ભારત માટે 2000માં અંતિમ વખત રમ્યો હતો. કાંબલી ફક્ત 17 મેચ પછી ટીમમાંથી બહાર થઇ ગયો હતો. 22 વર્ષમાં તે જ્યારે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની એવરેજ 54ની હતી. જોકે તે ફરી પરત ફરી શક્યો ન હતો.

    આ પણ વાંચો - ભારતના આ જાણીતા ક્રિકેટરોએ લગ્ન પછી કર્યાં લફરા, 3 ખેલાડીઓના થયા છૂટાછેડા

    કાંબલીની ક્રિકેટ કારકિર્દી


    વિનોદ કાંબલી ભારત તરફથી કુલ 104 વન-ડે મેચ અને 17 ટેસ્ટ રમ્યો છે. તેણે ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3561 રન બનાવ્યા છે. જેમાં 4 સદી ટેસ્ટમાં અને 2 સદી વન-ડેમાં ફટકારી છે. કાંબલીએ ભારત તરફથી 1991માં વન-ડે ડેબ્યૂ કર્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Vinod kambli, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन