Home /News /sport /નકામો ખર્ચ નહીં કરીને સાદગીથી લગ્ન કરશે વિનેશ ફોગાટ, આ લોકોને આમંત્રણ

નકામો ખર્ચ નહીં કરીને સાદગીથી લગ્ન કરશે વિનેશ ફોગાટ, આ લોકોને આમંત્રણ

વિનેશ ફોગાટ 13 ડિસેમ્બરે પહેલવાન સોમવીર રાઠી સાથે લગ્નના બંધનમાં બંધાશે

કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર આંતરરાષ્ટ્રીય રેસલર વિનેશ ફોગાટ 13 ડિસેમ્બરે પહેલવાન સોમવીર રાઠી સાથે લગ્નના બંધનમાં બંધાશે

    કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર આંતરરાષ્ટ્રીય રેસલર વિનેશ ફોગાટ 13 ડિસેમ્બરે પહેલવાન સોમવીર રાઠી સાથે લગ્નના બંધનમાં બંધાશે. વિનેશ અને તેના પરિવારજનોએ નિર્ણય કર્યો છે કે પોતાના નકામો ખર્ચ બચાવીને સામાજિક રિત-રિવાજ પ્રમાણે પૈતૃક ગામ બલાલીમાં સાદગીથી લગ્ન કરવામાં આવશે. જેમાં પરિવારજનો અને સંબંધીઓ જ હાજર રહેશે. એટલે લગ્નનું કાર્ડ પણ ફક્ત નજીકના લોકોને જ મોકલવામાં આવી રહ્યું છે.

    પરિવારજનોએ વિનેશના લગ્નની તૈયારીઓ શરુ કરી દીધી છે. વિનેશની માતા પ્રેમલતા પુત્રીને વિદાય કરવામાં લાગી ગઈ છે. તેમણે હરિયાણવી સંસ્કૃતિ પ્રમાણે પોતાના હાથથી બનાવેલી બિંદ્રવાલ, પંખી તૈયાર કરી છે.

    વિનેશના લગ્નને સાવ સાધારણ રાખવામાં આવી રહી છે. વિનેશના લગ્નને લઈને તેના ભાઈ હરવિન્દ્ર ફોગાટનું કહેવું છે કે ગામમાં યોજાનાર આ લગ્નમાં પરિવાર અને નજીકના લોકો જ સામેલ થશે.

    નકામો ખર્ચ નહીં કરીને સાદગીથી લગ્ન કરશે વિનેશ ફોગાટ


    રેલવેમાં કાર્યરત છે વિનેશ અને સોમવીર

    આંતરરાષ્ટ્રીય રેસલર વિનેશ ફોગાટ ભારતીય રેલવેમાં કાર્યરત છે. તેનો ફિયાન્સ સોમવીર રાઠી પણ રેલવેમાં જ નોકરી કરી છે. આ સમયે તે રાજસ્થાનમાં ટીટીઈના પદ પર છે. વિનેશ અમે સોમવીર રેલવેમાં નોકરી દરમિયાન નજીક આવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Vinesh Phogat, Wrestler

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन