Home /News /sport /એથ્લિટ સાથે અફેરના સમાચારથી દુઃખી થઈ વિનેશ ફોગાટ, ટ્વિટ કરીને કર્યું ખંડન
એથ્લિટ સાથે અફેરના સમાચારથી દુઃખી થઈ વિનેશ ફોગાટ, ટ્વિટ કરીને કર્યું ખંડન
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને રેસલર વિનેશ ફોગાટે દેશનું નામ રોશન કર્યું
વિનેશે લખ્યું હતું કે મારા અને નીરજ સહિત બધા ભારતીય એથ્લિટ એકબીજાનો સપોર્ટ કરે છે. જેથી દેશને ગર્વ અપાવી શકીએ. પણ દુઃખ ત્યારે થાય છે જ્યારે દેશનું સન્માન અને ગૌરવ વધારનાર એથ્લિટની ખોટી તસવીર રજુ કરવામાં આવે છે
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને રેસલર વિનેશ ફોગાટે દેશનું નામ રોશન કર્યું હતું. વિનેશ સારી રીતે જીતની ઉજવણી કરી શકે તે પહેલા જ એક અખબારમાં છપાયેલા સમાચારે તેને ખરાબ રીતે દુઃખી કરી છે. વિનેશ ટ્વિટ કરીને આ સમાચારનું ખંડન કરવું પડ્યું હતું. અખબારે એક સમાચાર છાપ્યા હતા જેનું હેડિંગ હતં, ‘નીરજ અને વિનેશ વચ્ચે વધી રહી છે નજદીકીયા.’ આ રિપોર્ટમાં બંને વચ્ચે અફેર હોવાનું કહેવાયું છે.
અખબારના આ કટિંગને શેર કરીને વિનેશ ટ્વિટ કરીને આ સમાચારનું ખંડન કર્યું છે. વિનેશે લખ્યું હતું કે મારા અને નીરજ સહિત બધા ભારતીય એથ્લિટ એકબીજાનો સપોર્ટ કરે છે. જેથી દેશને ગર્વ અપાવી શકીએ. પણ દુઃખ ત્યારે થાય છે જ્યારે દેશનું સન્માન અને ગૌરવ વધારનાર એથ્લિટની ખોટી તસવીર રજુ કરવામાં આવે છે.
આ સિવાય વિનેશે ઇન્સ્ટાગ્રામ ઉપર પહેલવાન સોમવીર રાઠી સાથે એક ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં વિનેશે લખ્યું છે કે આ મારા દ્વારા લેવાયેલ અત્યાર સુધીનો સૌથી સારો નિર્ણય છે. મને એ વાતનો આનંદ છે કે તે મને જીવન માટે પસંદ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર