ભારત પરત ફરશે પંડ્યા અને રાહુલ, ટીમમાં આ ખેલાડીઓનો કરવામાં આવ્યો સમાવેશ

'કોફી વિથ કરન'માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ

તમિલનાડુનો શંકર 15 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાનારી બીજી વન ડે પહેલાં ટીમ સાથે જોડાશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ટોક શો 'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે વિવાદીત નિવેદન આપ્યા બાદ ભારયીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે બાદ હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી વન ડે સીરિઝ અને આગામી ન્યૂઝિલેન્ડ પ્રવાસ માટે રાહુલ અને પંડ્યાની જગ્યાએ ઓલરાઉન્ડર વિજય શંકર અને શુભમન ગિલનો ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  27 વર્ષીય શંકર ભારતીય ટીમ માટે ટી20 મેચ રમી ચૂક્યો છે, જ્યારે 19 વર્ષીય ગિલને અત્યાર સુધી કોઇપણ ફોર્મેટમાં ચાન્સ મળ્યો નથી.

  તમિલનાડુનો શંકર 15 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાનારી બીજી વન ડે પહેલાં ટીમ સાથે જોડાશે. જ્યારે ગિલ ન્યૂઝિલેન્ડમાં વન ડે અને ટી20 માટે ટીમ સાથે જોડાશે. પંજાબ તરફથી રણજી રમનાર શુભમન ગિલ ઘરેલૂ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

  આ પણ વાંચો, કોફી વિથ કરનમાં મહિલાઓ અંગે ટિપ્પણી કરનાર હાર્દિક, રાહુલને BCCIની નોટિસ

  ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના બે ખેલાડી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે ટીવી શો 'કોફી વિથ કરન'માં મહિલાઓ અંગે કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું હતું. આ અંગે વિરાટે કહ્યું હતું કે ભારતીય ટીમ બંને ક્રિકેટરોના આવા મત સાથે બિલકુલ સહમત નથી. ટીવી શો દરમિયાન હાર્દિક અને કેએલ રાહુલે જે ટિપ્પણી કરી હતી તે તેમનો વ્યક્તિગત મત હોઈ શકે.

  નોંધનીય છે કે કોફી વીથ કરણ ટીવી શોમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ અંગે કરેલી આપત્તિજનક કોમેન્ટ બાદ સોશિયલ મીડિયામાં તેની સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ અંગે હાર્દિક પંડ્યાએ માફી પણ માંગી હતી.

  આ મામલે ગુરુવારે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનના ચેરમેને વિનોદ રાયે એવી ભલામણ કરી હતી કે આવી કોમેન્ટ બદલ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે.
  Published by:Azhar Patangwala
  First published: