Home /News /sport /Vijay Merchant: ટીમ ઈન્ડિયાનો તે સ્ટાર ક્રિકેટર જેણે એવરેજના મામલે ડોન બ્રેડમેનને આપી ટક્કર

Vijay Merchant: ટીમ ઈન્ડિયાનો તે સ્ટાર ક્રિકેટર જેણે એવરેજના મામલે ડોન બ્રેડમેનને આપી ટક્કર

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મર્ચન્ટની એવરેજ ડોન બ્રેડમેન પછી સર્વશ્રેષ્ઠ છે

Vijay Merchant And Don Bradman:  વિજય મર્ચન્ટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મર્ચન્ટની એવરેજ ડોન બ્રેડમેન પછી સર્વશ્રેષ્ઠ છે. વિજય મર્ચન્ટ ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી છે. તેણે 1951માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.

વધુ જુઓ ...
Vijay Merchant And Don Bradman:  વિજય મર્ચન્ટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મર્ચન્ટની એવરેજ ડોન બ્રેડમેન પછી સર્વશ્રેષ્ઠ છે. વિજય મર્ચન્ટ ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી છે. તેણે 1951માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એકથી એક ચડિયાતા બેટ્સમેન રહ્યા છે. વિજય મર્ચન્ટ પણ તેમાંથી એક હતા, જેનો જન્મ મુંબઈમાં 12 ઓક્ટોબર વર્ષ 1911માં થયો હતો. વેપારી પરિવારમાં જન્મેલા વિજય મર્ચન્ટ ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી વૃદ્ધ ખેલાડી છે. તેણે 1951માં ઈંગ્લેન્ડ સામે દિલ્હી ટેસ્ટમાં 40 વર્ષ અને 21 દિવસની ઉંમરે સદી (154 રન) ફટકારી હતી.

આ પણ વાંચો : જાણો..કેટલો અભ્યાસ કરેલો છે આ ભારતીય સુપરસ્ટારે, કોઈ 9મું પાસ તો કોઈએ કોલેજનો દરવાજો પણ નથી જોયો

વિજય મર્ચન્ટની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે 150 પ્રથમ શ્રેણી મેચમાં 71.64ની એવરેજથી રન બનાવ્યા હતા. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ડોન બ્રેડમેન પછી આ સર્વશ્રેષ્ઠ એવરેજ છે. બ્રેડમેનની ફર્સ્ટ ક્લાસ એવરેજ 95.14 હતી. જો આપણે માત્ર રણજી ટ્રોફી મેચોનો સમાવેશ કરીએ તો તેનો રેકોર્ડ વધુ સારો છે. રણજી ટ્રોફીમાં વિજય મર્ચન્ટે 98.75ની એવરેજથી 3639 રન બનાવ્યા હતા.

1933 માં કર્યુ ટેસ્ટ ડેબ્યૂ

વિજય મર્ચન્ટે સૌપ્રથમ યુનિવર્સિટી કક્ષાએ ખ્યાતિ મેળવી હતી, બાદમાં રણજી ટ્રોફીમાં મુંબઈ (તે સમયે બોમ્બે)નું પ્રતિનિધિત્વ કર્યું. રણજી ટ્રોફીમાં શાનદાર રમત દર્શાવ્યા બાદ તે ડિસેમ્બર 1933માં ઇંગ્લિશ ટીમ સામે ટેસ્ટમાં ડેબ્યુ કરવામાં સફળ રહ્યો હતો. જો કે, મર્ચન્ટ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં વધુ પ્રદર્શન કરી શક્યા ન હતા અને બંને ઇનિંગ્સમાં માત્ર 53 રન જ બનાવી શક્યા હતા.

વર્ષ 1936માં વિજય મર્ચન્ટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો જ્યાં તેણે માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગમાં 114 રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી હતી. તે ઇનિંગ દરમિયાન મર્ચન્ટે મુશ્તાક અલી (112) સાથે પ્રથમ વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી હતી. બંનેની સદીની ઇનિંગ્સના કારણે ભારત ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.

તમામ 10 ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી

જો જોવામાં આવે તો જમણા હાથના બેટ્સમેન વિજય મર્ચન્ટની ટેસ્ટ કારકિર્દી 18 વર્ષ સુધી ચાલી હતી, પરંતુ તે માત્ર 10 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. તેની પાછળનું કારણ બીજું વિશ્વયુદ્ધ હતું. ખાસ વાત એ છે કે, આ તમામ ટેસ્ટ માત્ર ઈંગ્લેન્ડ ટીમ સામે જ હતી. આ 10 મેચોની 18 ઇનિંગ્સમાં, મર્ચન્ટે 47.72ની એવરેજથી 859 રન બનાવ્યા, જેમાં 3 સદી અને 3 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં મર્ચન્ટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 154 રન હતો.

ફર્સ્ટ ક્લાસમાં લગાવ્યા 45 સદી

વિજય મર્ચન્ટે 150 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેણે 71.64ની એવરેજથી 13470 રન બનાવ્યા. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં, મર્ચન્ટના નામે 45 સદી અને 52 અડધી સદી છે. ખાસ વાત એ છે કે, આ 45 સદીઓમાંથી 11 બેવડી સદી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 359 રન હતો. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બોલિંગ મોરચે, મર્ચન્ટે હેટ્રિક સહિત 65 વિકેટ લીધી હતી.


વર્ષ 1987માં દુનિયાને અલવિદા કહી દીધું

વિજય મર્ચન્ટે નિવૃત્તિ બાદ ભારતીય ટીમના પસંદગીકારની ભૂમિકા પણ નિભાવી હતી. પસંદગીકાર તરીકે તેમણે નવાબ પટૌડી જુનિયરને બદલે અજીત વાડેકરને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો. તેઓ એક સારા લેખક અને કાર્યક્રમ પ્રસ્તુતકર્તા પણ હતા. વિજય મર્ચન્ટનું 27 ઓક્ટોબર 1987ના રોજ 76 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની યાદમાં BCCIએ વિજય મર્ચન્ટ ટ્રોફીની શરૂઆત કરેલી છે.
First published:

Tags: Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ