Home /News /sport /

વિજય હજારે ટ્રોફીમાં પંજાબની કેપ્ટનસી કરશે હરભજન

વિજય હજારે ટ્રોફીમાં પંજાબની કેપ્ટનસી કરશે હરભજન

ભારતીય સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ સાતથી 16 ફેબ્રુઆરી વચ્ચે કર્ણાટક અને અલૂરમાં થનાર વિજય હજાર ટ્રોફીમાં વનડે ટૂર્નામેન્ટમાં પંજાબની કેપ્ટનસી કરશે.

પંજાબ ક્રિકેટ સંઘ (પીસીએ) અનુસાર યુવરાજસિંહ ટીમના વાઈસ કેપ્ટન હશે. પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માની આગવેની હેઠળ પીસીએ સીનિયર પસંદગી કમિટીએ ટીમની પસંદગી કરી.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ થયેલી આઈપીએલ સીઝન 11ની નીલામીમાં હરભજનસિંહને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ઉપરાંત યુવરાજસિંહને કિંગ્સ ઈલેવન પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

આ રીતે છે પંજાબની ટીમ: હરભજન સિંહ (કેપ્ટન), યુવરાજસિંહ (વાઈસ કેપ્ટન), મનન વોરા, મનદીપ સિંહ, ગુરકિત સિંહ માન, અભિષેક ગુપ્તા, ગીતાંશ ખેડા, સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા, અભિષેક શર્મા, શુભમાન ગિલ, મનપ્રીત સિંહ ગ્રેવાલ, બરિન્દ્ર સિંહ સરાં, મયંક માર્કાંડે અને શરદ લુમ્બા.
Published by:Mujahid Tunvar
First published:

Tags: Harbhajan singh, Vijay hazare trophy, Yuvraj singh, પંજાબ

આગામી સમાચાર