વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં મહારાષ્ટ્ર સામેની મેચમાં સૌરાષ્ટ્રે 5 વિકેટે જીત મેળવી બીજી વખત ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. મહારાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડની સદીના આધારે 9 વિકેટે 248 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી જવાબમાં શેલ્ડન જેક્સને 133 રન ફટકારતાં ટીમે 46.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને 5 વિકેટે વિજય મેળવ્યો હતો.
મહારાષ્ટ્રની નજર પહેલી વખત ચેમ્પિયન બનવા તરફ હતી. ટીમ પ્રથમ વખત ફાઇનલ રમી રહી હતી. આ સાથે જ સૌરાષ્ટ્ર બીજી વખત આ ટુર્નામેન્ટ જીતવા માટે ઉતર્યું હતું. આજે સૌરાષ્ટ્ર ફાઈનલમાં મહારાષ્ટ્ર પર દબાણ લાવવામાં સફળ રહ્યું હતુ.
Winners Are Grinners! 🏆 ☺️@JUnadkat - captain of Saurashtra - receives the #VijayHazareTrophy from the hands of Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 👏
મહારાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં ઋતુરાજે શાનદાર સદી ફટકારી હતી. તેણે 131 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 108 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સને લડાયક બેટીંગ કરતાં 136 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 133 રન ફટકાર્યા હતા. તેણે હાર્દિક દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ટીમને જીતની નજીક લઈ આવી હતી.
વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં 33 વર્ષીય ચિરાગ જાનીએ હેટ્રિક લઈને આ મેચને યાદગાર બનાવી હતી. 49મી ઓવર તેણે ફેંકી હતી અને પહેલા જ બોલ પર સૌરભ નાવલેને 13 રને ક્લિન બોલ્ડ કર્યો હતો. પછી તેણે અંડર-19ના સ્ટાર રાજ્યવર્ધન હેંગરકરને પણ બોલ્ડ કર્યો હતો. તેણે ત્રીજા બોલમાં વિકી ઓસ્ટવાલને LBW આઉટ કરીને હેટ્રિક બનાવી હતી.
સૌરાષ્ટ્રે મહારાષ્ટ્રને 5 વિકેટે હરાવીને બીજી વખત વિજય હઝારે ટ્રોફી જીતી લીધી છે. અગાઉ 2007માં સૌરાષ્ટ્રની ટીમ બંગાળ સામે વિજેતા બની હતી. તે સમયે ટીમે પહેલી વખત ટાઈટલ જીત્યું હતુ. નોંધનીય છે કે, તમિલનાડુની ટીમ 5 વખત વિજય હઝારે ટ્રોફી જીતી ચૂકી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર