નવી દિલ્હી : મુંબઇની ટીમે ચોથી વાર વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2021)જીતી લીધી છે. દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં પૃથ્વી શૉની કેપ્ટનશિપમાં મુંબઇએ યૂપીની ટીમને 6 વિકેટે હરાવી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બેટીંગ કરતા યૂપીની ટીમે 50 ઓવરમાં 312 રન કર્યા હતા. જવાબમાં મુંબઇએ 41.3 ઓવર મેચ જીતી લીધી હતી.
મુંબઇની જીતમાં આદિત્ય તારેએ શાનદાર સદી ફટકારી હતી. મુંબઇના આ વિકેટકીપરે 118 રન કર્યા હતા. કેપ્ટન પૃથ્વી શૉએ 39 બોલમાં 73 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ઓલરાઉન્ડર શિવમ દૂબેએ 28 બોલમાં 42 રન કર્યા હતા. મુંબઇએ વિજય હજારે ટ્રોફી 2021માં એક પણ મેચ હારનો સમાનો કર્યો નથી
પહેલા બેટિંગ કરતા યૂપીની ટીમે 50 ઓવરમાં 312 રન કર્યા હતા. ટીમની શરૂઆત એકદમ ધીમી ગતીએ થઇ હતી. 10 ઓવર બાદ ટીમનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 28 રનનો હતો. ત્યાર બાદ માધવ અને તેના સાથી બેટ્સમેન સમર્થ સિંહે આક્રમક બેટિંગ કરી હતી અને પહેલી વિકેટ માટે 122 રનની પાર્ટનરશિપ કરી હતી અને 313 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મુંબઇના કેપ્ટન પૃથ્વી શૉએ તેની ટીમને ચેમ્પિયન બનાવી અને તેનો સૌથી મોટો ફાળો રહ્યો છે. લેફ્ટ હેન્ડ વિસ્ફોટક બેટ્સમેને ટૂર્નામેન્ટમાં 8 મેચમાં 165ની એવરેજ સાથે 827 રન બનાવ્યા હતા. આ દરમિયાન એક ડબલ સદી સહિત 4 સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 140ની આસપાસ રહી છે. જ્યારે પૃથ્વી શૉએ આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ 800 રનનો આંકડો વટાવીને ઈતિહાસ રચી દીધો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર