IPL પહેલા જ ઈશાન કિશનના 94 બોલમાં આક્રમક 173 રન, 19 ફોર, 11 સિક્સર ફટકારી

IPL પહેલા જ ઈશાન કિશનના 94 બોલમાં આક્રમક 173 રન, 19 ફોર, 11 સિક્સર ફટકારી

ઈશાન કિશને 142 રન સિક્સ અને ફોરથી જ ફટકાર્યા

  • Share this:
    નવી દિલ્હી : વિજય હજારે ટ્રોફી 2021ની શરૂઆત થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટ 6 અલગ-અલગ શહેરોમાં યોજાશે. પ્રથમ દિવસે જ ઝારખંડના કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન ઈશાન કિશને (Ishan kisan) આક્રમક બેટિંગ કરી છે. આઇપીએલ પહેલા ઈશાન કિશનની ઈનિંગ્સથી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખુશ હશે. મુંબઇ ઈન્ડિયન્સના આ ખેલાડીએ મધ્યપ્રદેશ સામેની મેચમાં 94 બોલમાં 173 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે 19 ફોર અને 11 સિક્સની મદદથી 184ની સ્ટ્રાઇક રેટથી 173 રન બનાવ્યા હતા. આમાંથી 142 રન સિક્સ અને ફોરથી જ ફટકાર્યા હતા.

    ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝારખંડની ટીમની સારુ શરૂઆત કરવામાં અસફળ રહી હતી અને 10 રન પર પહેલી વિકેટ ગુમાવી હતી. ઓપનિંગ બેટ્સમેન ઉત્કર્ષસિંહ આઉટ થયા બાદ ઈશાન કિશન આવ્યો હતો. બીજી વિકેટ માટે કુમાર રુશાગ્ન સાથે મળીને કિશને 113 રનની પાર્ટનરશિપ કરી હતી. કુશાગ્ન 26 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ ત્રીજી વિકેટ માટે વિરાટ સિંહ સાથે ઈશાન કિશને 117 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ સિંહે પાંચ ફોર અને 3 સિક્સ મારીને 49 રન કર્યા હતા.

    આ પણ વાંચો - યુવતીએ તોડ્યો લોકડાઉનનો નિયમ, પોલીસકર્મીએ દંડના બદલે Kiss કરીને જવા દીધી, Video વાયરલ

    કિશન વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવવાના મામલે 7માં સ્થાન પર પહોંચી ગયો છે. સંજુ સેમસન (217 નોટ આઉટ), યશસ્વી જયસ્વાલ (203 રન), કર્ણવીર કૌશલ (202), અજિંક્ય રહાણે (187), વસીમ ઝાફર (178) અને અંકુશ બેંસ (173) તેનાથી વધારે રન કરવામાં સફળ રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: