Home /News /sport /VIDEO: વિરાટ કોહલી શા માટે લકી માને છે એડિલેડ ઓવલ ગ્રાઉન્ડને? પોતે કર્યો ખુલાસો

VIDEO: વિરાટ કોહલી શા માટે લકી માને છે એડિલેડ ઓવલ ગ્રાઉન્ડને? પોતે કર્યો ખુલાસો

વિરાટ કોહલી (ફાઇલ તસવીર)

T20 World Cup IND vs BAN: વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે ત્યારે તે ખુબ જ ઉત્સાહિત થઈ ગયો. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચ સમાપ્ત થયા પછી કહ્યું, “જેમ જ મને ખબર પડી કે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે હું ખુશ ખુશ થઈ ગયો”.

વધુ જુઓ ...
    T20 World Cup IND vs BAN: વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે ત્યારે તે ખુબ જ ઉત્સાહિત થઈ ગયો. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચ સમાપ્ત થયા પછી કહ્યું, “જેવી જ મને ખબર પડી કે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે હું ખુશ-ખુશ થઈ ગયો”.

    T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે ડકવર્થ-લુઈસ સિસ્ટમથી બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલીના અણનમ 66 રન અને વરસાદ બાદ મેદાનમાંથી બોલરોની મદદના કારણે ભારતે આ મેચ જીતી હતી. આ સાથે જ ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલની નજીક પહોંચી ગયું છે. ત્યારે, ફોર્મમાં પરત ફર્યા બાદ, કોહલીએ વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેણે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 82 રનની સરસાઈથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને બુધવારે અહીં બાંગ્લાદેશ સામે 44 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

    વિરાટ કોહલીએ બુધવારે અહીં કહ્યું કે, જ્યારે તેને ખબર પડી કે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે ત્યારે તેનું દિલ બાગ બાગ થઈ ગયું. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચ સમાપ્ત થયા પછી કહ્યું, “જેમ જ મને ખબર પડી કે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે મારુ દિલ બાગ બાગ થઈ ગયું. હું જાણતો હતો કે સારો ક્રિકેટિંગ શોટ રમવો મહત્વપૂર્ણ છે. મને ખબર હતી કે ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ ટીમ માટે ઘણો ફાયદાકારક રહેશે”.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)






    વરસાદથી પ્રભાવિત મેચમાં કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારતે આ રોમાંચક મેચ પાંચ રને જીતી લીધી હતી.

    એડિલેડ ઓવલ મેદાન હંમેશા ભાગ્યશાળી સાબિત થયુ છેઃ વિરાટ
    કોહલી માટે એડિલેડ ઓવલ મેદાન હંમેશા તેના માટે નસીબદાર રહ્યું છે. તેણે આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ સદી ફટકારી હતી અને બે વર્ષ બાદ કેપ્ટન તરીકે ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે બંને દાવમાં સદી ફટકારી હતી. તેણે કહ્યું, “મને આ મેદાન પર રમવાનું પસંદ છે. નેટ્સથી લઈને મેદાન પર ઉતરવા સુધી, મને અહીં ઘર જેવો અહેસાસ થાય છે. મેલબોર્નમાં રમાયેલી ઇનિંગ્સનું પોતાનું મહત્વ છે પરંતુ જ્યારે હું અહીં આવું છું ત્યારે તે અલગ અનુભવ થાય છે અને હું મારી બેટિંગનો ભરપૂર આનંદ માણું છું”.

     
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, T20 World Cup 2022, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन