Home /News /sport /Video: આપણે મજા લેવા માટે રમીએ છીએ, દબાણ હોય તો રમશો નહીં, કપિલ દેવે IPL અંગે કરી સ્પષ્ટતા

Video: આપણે મજા લેવા માટે રમીએ છીએ, દબાણ હોય તો રમશો નહીં, કપિલ દેવે IPL અંગે કરી સ્પષ્ટતા

કપિલ દેવે આઈપીએલ મેચોને લઈને ખેલાડીઓને આપી સલાહ

Kapil Dev clarifies about IPL : દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ઝડપથી ફેલાઈ રહી છે, આવી સ્થિતિમાં મેચોનું મોટા પ્રમામમાં આયોજન થઇ રહ્યું છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વ્યસ્ત કાર્યક્રમને કારણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ પછી વધારે પડતી મેચો રમવાને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું.

વધુ જુઓ ...
    Kapil Dev clarifies about IPL : દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ઝડપથી ફેલાઈ રહી છે, આવી સ્થિતિમાં મેચોનું મોટા પ્રમામમાં આયોજન થઇ રહ્યું છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વ્યસ્ત કાર્યક્રમને કારણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ પછી વધારે પડતી મેચો રમવાને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું.

    ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ખેલાડીઓને કહ્યું છે કે, જો તેઓ વધારે દબાણ અનુભવતા હોય તો તેઓ IPLમાં ન રમે. 63 વર્ષીય વિશ્વ ચેમ્પિયન બનેલા કેપ્ટનને આ વાત જ્યારે પૂછવામાં આવી કે આધુનિક ક્રિકેટમાં ખેલાડીઓના દબાણનો સામનો કેવી રીતે કરવો. આકાશ બાયજુસ દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ઓફ આકાશ 2022 ઇવેન્ટમાં કપિલે કહ્યું કે, તેણે IPLમાં રમવાના દબાણ અંગે ઘણી ફરિયાદો સાંભળી છે. તેણે ખેલાડીઓને કહ્યું કે, જો તેઓ વધારે દબાણ અનુભવે તો IPLમાં ન રમે.

    આ પણ વાંચો : Video: ઓસ્ટ્રેલિયા ના સુધર્યું, મેચ દરમિયાન ખેલાડીએ કર્યું 'ચીટિંગ', કેમેરામાં કેદ થયુ શરમજનક કામ

    ભારતના પૂર્વ કેપ્ટને કહ્યું કે, જો તમારામાં રમવાનો જુસ્સો હોય તો કોઈ દબાણ નહીં હોય. તેણે કહ્યું, “મેં ટીવી પર ઘણી વાર સાંભળ્યું છે કે, IPLમાં રમવા માટે ખેલાડીઓ પર ઘણું દબાણ હોય છે. ત્યારે હું એક જ વાત કહું છું, ના રમો. જો કોઈ ખેલાડીમાં જુસ્સો હોય તો તેના પર કોઈ દબાણ નહીં હોય. હું ડિપ્રેશન જેવા અમેરિકન શબ્દો સમજી શકતો નથી. હું એક ખેડૂત છું અને અમે રમીએ છીએ કારણ કે અમે રમતનો આનંદ માણીએ છીએ અને રમતની મજા માણતી વખતે કોઈ દબાણ નથી હોતું.”



    કપિલની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ સ્વીકાર્યું છે કે, આ મુશ્કેલ સમયમાં તેમના માટે તમામ ફોર્મેટમાં રમવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ઝડપથી ફેલાઈ રહી છે, આવી સ્થિતિમાં મેચો ઘણી થઈ રહી છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વ્યસ્ત કાર્યક્રમને કારણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જે બાદ તેના પર ચર્ચા શરૂ થઈ હતી.


    એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીએ માનસિક રીતે નબળાઈ અનુભવવાની વાત કરી હતી. તેણે કહ્યું કે, તે થાક અનુભવી રહ્યો છે. તે તેને માનસિક, ભાવનાત્મક અને શારીરિક રીતે અસર કરી રહ્યું હતું. આ પછી તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બ્રેક લેવો પડ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ખુલાસો કર્યો હતો કે, બ્રેક દરમિયાન તેણે 10 વર્ષમાં પહેલીવાર એક મહિના સુધી બેટને સ્પર્શ કર્યો ન હતું.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Kapil Dev, આઇપીએલ, ક્રિકેટ, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन