Home /News /sport /VIDEO: અમદાવાદ ટેસ્ટના પ્રથમ દિવસે કોહલી કેએસ ભરતથી નારાજ થયો, કારણ હતું વ્યાજબી

VIDEO: અમદાવાદ ટેસ્ટના પ્રથમ દિવસે કોહલી કેએસ ભરતથી નારાજ થયો, કારણ હતું વ્યાજબી

કોહલી મેદાનમાં ભરત પર ગુસ્સે થયો હતો. (એપી)

India vs Australia: મેદાન પર ઘટેલ આ ઘટના બાદ ભારતીય અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી કેએસ ભરત પર પણ નારાજ થતો નજર આવ્યો હતો અને તેને ખ્વાજા પાસે જઇને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો હતો. કોહલીની આ દરિયાદિલી માટે દરેક વ્યક્તિ તેની સરાહના કરી રહ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સલામી બેટ્સમેન ઉસ્માન ખ્વાજા એ અમદાવાદ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા તમામ લોકોને પોતાના ફેન્સ બનાવી દીધા છે. 36 વર્ષીય સલામી બેટ્સમેન એ ઇનિંગની શરૂઆત કરતા 180 રનની શાનદાર શતકીય ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ તેમની જ જમીન પર ઇનિંગની શરૂઆત કરી સર્વાધિક રન બનાવનાર બીજો ઓસ્ટ્રેલિયન સલામી બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની આ ઉમદા ઇનિંગમાં કુલ 422 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેના બેટથી 21 ચોગ્ગા નીકળ્યા હતા.

ખ્વાજા સાથે મેદાનમાં મજાકભરી ઘટના ઘટી

અમદાવાદ ટેસ્ટના પ્રથમ દિવસે જ્યારે ખ્વાજા જોરદાર લયમાં બેટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેની સાથે એક મજાકભરી ઘટના ઘટી હતી. ખરેખરમાં ઇનિંગની 71મી ઓવર મોહમ્મદ શમી નાંખી રહ્યો હતો. આ ઓવરના બીજા બોલને રમવામાં ખ્વાજા અસફળ રહ્યો. જેનું પરિણામ એ રહ્યું કે બોલ તેની આશ્ચર્યચકિત કરી સીધો વિકેટકીપરના હાથમાં સમાઇ ગયો હતો. તેના પછી જે થયુ તેને જોઇ દરેક વ્યક્તિ દંગ રહી ગયું હતું.



ભારતીય વિકેટકીપર કેએસ ભરતે બોલને બોલરની દિશામાં ફેંકવાની કોશિશ કરી હતી પરંતુ બોલ થોડો નીચો રહી ગયો અને વિકેટ પર ઉભેલા ખ્વાજાની ઝાંઘ પર જઇ અથડાયો હતો. આ દરમિયાન એક ક્ષણ માટે ખ્વાજા પર ગુસ્સામાં જોતો નજર આવ્યો હતો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે માત્ર ભૂલથી વાગ્યું છે તો તે પણ હસવા લાગ્યો હતો.

આ પણ વાંચો: જૂના સાથીએ ધોનીના ઘરે તેના રૂમમાં એવું શું જોયું હતું કે હવે તેનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા?

મેદાન પર ઘટેલ આ ઘટના બાદ ભારતીય અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી કેએસ ભરત પર પણ નારાજ થતો નજર આવ્યો હતો અને તેને ખ્વાજા પાસે જઇને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો હતો. કોહલીની આ દરિયાદિલી માટે દરેક વ્યક્તિ તેની સરાહના કરી રહ્યા છે.
First published:

Tags: IND vs AUS, India vs australia, Virat kohli record