મેચ પહેલા પાકિસ્તાનના પ્રશંસકે ગાયું ભારતનું રાષ્ટ્રગીત, VIDEO વાયરલ

મેચ પહેલા પાકિસ્તાનના પ્રશંસકે ગાયું ભારતનું રાષ્ટ્રગીત

આ વીડિયોને વોયસ ઓફ રામ નામના એક પેજે ફેસબુક પર શેર કર્યો છે. અત્યાર સુધી વીડિયોને 5 લાખથી વધારે લોકોએ જોયો છે. બંને દેશનો લોકો આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે.

 • Share this:
  ભલે સીમાઓએ દેશના લોકોને અલગ કર્યા હોય પણ ક્યાંકના ક્યાંક માનવતા, પ્રેમનો એક સંબંધ છે જે બધાને જોડાયેલા રાખે છે. આવો જ એક સંબંધ ભારત અને પાકિસ્તાનનો પણ છે. બંને દેશો વચ્ચે ઘણા મતભેદો છે અને યુદ્ધો થયા છે પણ રમતના મેદાનમાં હંમેશા બંને દેશો વચ્ચે બધુ ભુલાવી એક સાથે આવવાનું ઝનુન જોવા મળે છે.

  ગત મહિને એશિયન ગેમ્સ દરમિયાન જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડા પાકિસ્તાનના અશરદ નદીમ સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં યુજવેન્દ્ર ચહલે પાકિસ્તાનના ઉસ્માન ખ્વાજાના બુટની દોરી બાંધીને સ્પોર્ટ્સમેન સ્પિરીટનું શાનદાર ઉદાહરણ આપ્યું હતું.

  હવે આ જ ક્રમમાં પાકિસ્તાનના એક પ્રશંસકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાકિસ્તાની પ્રશંસક ઉભો થઈને ભારતનું રાષ્ટ્રગીત ગાતો જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં લાખો લોકોના દિલ જીતી લીધા છે. આ વ્યક્તિના ગળામાં પાકિસ્તાનનો ધ્વજ જોવા મળે છે.  આ વીડિયોને વોયસ ઓફ રામ નામના એક પેજે ફેસબુક પર શેર કર્યો છે. અત્યાર સુધી વીડિયોને 5 લાખથી વધારે લોકોએ જોયો છે. બંને દેશનો લોકો આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે.

  આ પણ વાંચો - પાક સામે પરાજય પછી અફઘાન બોલર રડી પડ્યો, મલિકે શાંત પાડી જીત્યા દિલ

  વીડિયો વાયરલ થયા પછી આદિલ તાજે પોતાની ઓળખાણ જાહેર કરતા કોમેન્ટ કરી છે કે આમાં હું છું, આ વીડિયોને આટલો ફેલાવવા બદલ ઘણો-ઘણો આભાર . આદિલ તાજે બંને દેશો વચ્ચે પ્રેમ અને શાંતિ ફેલાવવાની વાત પણ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: