T20 World Cup: ડેવિડ વોર્નરેનો Video, બનવા ગયો હતો રોનાલ્ડો પણ ખેલ ઉંઘો પડ્યો!

વોર્નર રોનાલ્ડોની જેમ બોટલ હટાવવા માટે ગયો પરંતુ તેનો ખેલ ઉંઘો પડી ગયો હતો

David Warner Video : મેચ પૂર્ણ થયા બાદ શાનદાર બેટીંગ કરનાર ડેવિડ વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં વોર્નર રોનાલ્ડો બનવા ગયો હતો. તેણે સોફ્ટ ઼ડ્રિંક્સની બોટલો હટાવી હતી

  • Share this:
    ડેવિડ વોર્નર (David Warner)ની શાનદાર બેટીંગના આધારે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને T-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ના સુપર 12 મુકાબલામાં 7 વિકેટથી હરાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરન ફિંચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ પર 154 રન કર્યા, ત્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 17 ઓવરમાં જ 3 વિકેટ પર ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ડેવિડ વોર્નરે 42 બોલ પર 65 રન કર્યા, ફિંચે 37 અને સ્ટીવ સ્મિથે 28 રન કર્યા. જેમાં એડમ જામ્પા પ્લેયર ઓફ ધ મેચ રહ્યા છે. મેચ પૂર્ણ થયા બાદ શાનદાર બેટીંગ કરનાર ડેવિડ વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં વોર્નર રોનાલ્ડો બનવા ગયો હતો. તેણે સોફ્ટ ઼ડ્રિંક્સની બોટલો હટાવી હતી પરંતુ આખરે તેણે પાછી મૂકવી પડી હતી.

    રોનાલ્ડોના કારણે કંપનીને ખૂબ જ નુકસાન થયું હતું

    પ્રેસ કોન્ફરન્સ શરૂ થયા પહેલા વોર્નરે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જેવું કર્યું. તેમણે ટેબલ પર મુકેલ સોફ્ટ ડ્રિંકની બોટલને સાઈડમાં મુકી દીધી. થોડા સમય પહેલા યૂરો કપ 2020 માં એક પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ આ કંપનીની સોફ્ટ ડ્રિંકની બોટલને હટાવી દીધી હતી અને પાણીની બોટલ લઈને તમામ લોકોને પાણી પીવાની અપીલ કરી હતી. જેનાથી સોફ્ટ ડ્રિંકની કંપનીને ખૂબ જ નુકસાન થયું હતું.

    આ પણ વાંચો : આ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતા દીદીએ મોટી માછલી વિંધી! ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ TMCમાં જોડાયો

    સ્પોન્સરશીપના કારણે વોર્નરે બોટલને પાછી મુકવી પડી

    વોર્નર પણ રોનાલ્ડો કરવા જેવું કરવાની કોશિશ કરતા હતા. બોટલ હટાવ્યા બાદ એક ઓફિશિયલે તેમને સ્પોન્સરશીપને કારણે બોટલ ફરીથી સામે મુકવાનું કહ્યું. વોર્નરે ઓફિશિયલની વાત માનીને તરત જ બોટલ ટેબલ પર મુકી દીધી. તેમણે કહ્યું કે, જો આ રોનાલ્ડો માટે સારું છે, તો તે મારા માટે પણ સારું છે.



    વોર્નર માટે છેલ્લો ઘણો સમય મુશ્કેલીભર્યો હતો. IPL 2021 દરમિયાન તેમણે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ ગુમાવી હતી. ત્યારબાદ તેઓ ટીમમાંથી બહાર થઈ ગયા હતા. ત્યારે હવે ઈંગ્લેન્ડ સામેના મુકાબલા પહેલા શ્રીલંકા સામેની અડધી સદી ફટકારતા તેમનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હશે.

    આ પણ વાંચો : T20 World cup: ધોનીના કારણે બચી ગયો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, બાકી વર્લ્ડકપની ટીમમાં ન હોત! રિપોર્ટ


    રોનાલ્ડોના કારણે કોકા કોલાને કરોડોની નુકસાની


    સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂરો કપ 2020ની પ્રેસ કોન્ફરનસમાં કોકા કોલાની બે બોટલો શું હટાવી કે ત્યારબાદ કંપનીની માર્કેટ વેલ્યૂ જ હજારો રૂપિયા ગગડી ગઈ હતી. ક્રિસ્ટિયાનોના આ પગલાંથી કોકાકોલાની માર્કેટ વેલ્યૂમાં 4 બિલિયન એટલે કે 29,323 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો. ખાસ વાત એ છે કે કોકા કોલા કંપની યુરો કપ 2020ની મુખ્ય સ્પોન્સર હતી.


    First published: