Home /News /sport /પુત્રી ઝીવા માટે સસલુ બન્યો એમએસ ધોની, વીડિયો થયો વાયરલ!

પુત્રી ઝીવા માટે સસલુ બન્યો એમએસ ધોની, વીડિયો થયો વાયરલ!

પુત્રી ઝીવા માટે સસલુ બન્યો એમએસ ધોની, વીડિયો થયો વાયરલ!

20 મિનિટમાં આ વીડિયોને 3.5 લાખથી પણ વધારે લોકોએ જોયો હતો અને કોમેન્ટ કરી

    ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલના દિવસોમાં આરામ કરી રહ્યો છે. તે ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમનો સભ્ય નથી. જેથી તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. ધોનીએ શુક્રવારે પોતાની પુત્રી ઝીવા સાથે મસ્તી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તે સસલુ બન્યો છે. આ વીડિયોમાં ઝીવા પોતાના પિતાને ગાજર ખવડાવી રહી છે. આ વીડિયોમાં ધોનીએ કેપ્શનમાં લખ્યું છે કે ઝીવાનું બગ બની.

    ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 20 મિનિટમાં આ વીડિયોને 3.5 લાખથી પણ વધારે લોકોએ જોયો હતો અને કોમેન્ટ કરી હતી. ધોની હાલ મેદાન બહાર પોતાની લાઇફને એન્જોય કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા પત્ની સાક્ષીનો મુંબઈમાં જન્મ દિવસ મનાવ્યો હતો.

    ધોની હવે આવતા વર્ષે જ ક્રિકેટમાં રમતો જોવા મળશે. તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં શરુ થઈ રહેલી વન-ડે શ્રેણીમાં રમી શકે છે. જેની પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.








    View this post on Instagram





    Ziva’s bugs bunny @zivasinghdhoni006


    A post shared by M S Dhoni (@mahi7781) on






    2018નું વર્ષ ધોની માટે ખરાબ રહ્યું હતું. તે 25ની એવરેજથી ફક્ત 275 રન જ બનાવી શક્યો હતો. ધોની એકપણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. આશા રાખીએ કે નવા વર્ષે ઓસ્ટ્રલિયાની ધરતી ઉપર તે જુના રંગમાં જોવા મળે.

    આ પણ વાંચો - આ બાબાના નિધન પર ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો સચિન તેંડુલકર
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ms dhoni, Ziva dhoni

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन