Hardik Pandya seen taking batting tips from Virat Kohli : નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને તેની બીજી વોર્મ-અપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ મેચ વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન રોહિત શર્મા વગર રમી હતી. મેચ બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને તેની બીજી વોર્મ-અપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ મેચ વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન રોહિત શર્મા વગર રમી હતી. મેચ બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ(T20 World Cup) માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ટીમે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, પરંતુ પછીની જ પ્રેક્ટિસ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) લાંબા સમય સુધી ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) સાથે વાત કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે લાંબી વાતચીત કરી રહ્યો હતો. જો કે, કેમેરામાં કેદ થયેલા વિડિયો પરથી એ અનુમાન લગાવી શકાતું નથી કે બંને દિગ્ગજો શું વાત કરી રહ્યા હતા. પરંતુ તેના હાથના હાવભાવ પરથી કહી શકાય કે તેની વાતચીત બેટિંગને લઈને રહી છે. એક ફ્રીલાન્સ પત્રકારે આ વીડિયો યુટ્યુબ પર શેર કર્યો હતો, જેમાં કોહલી અને પંડ્યા લગભગ 20 મિનિટ સુધી વાત કરતા જોવા મળ્યા હતા. " isDesktop="true" id="1267374" >
તમને જણાવી દઈએ કે, બીજી વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને રોહિત શર્મા રમી રહ્યા ન હતા. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કપ્તાની કેએલ રાહુલને સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 168 રન પર રોકી દીધું, પરંતુ પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 8 વિકેટના નુકસાન પર 132 રન જ બનાવી શકી. ભારતીય બોલર હર્ષલ પટેલ અને રવિચંદ્રન અશ્વિને અનુક્રમે 2 અને 3 વિકેટ લીધી હતી.
વિરાટ કોહલીએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે મેચમાં ભાગ લીધો ન હતો, પરંતુ તે નેટ્સમાં સતત બેટિંગ કરતો જોવા મળે છે. ભારતીય ટીમ હવે બ્રિસ્બેન જશે, જ્યાં તે 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે બે વોર્મ-અપ મેચ રમશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે.
Published by:mujahid tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર