Home /News /sport /viacom નેટકવર્કની ચેનલ Sports18 લૉન્ચ થઈ, ક્રિકેટથી લઈને દેશની આ લોકપ્રિય રમતોનો માણી શકો છો આનંદ

viacom નેટકવર્કની ચેનલ Sports18 લૉન્ચ થઈ, ક્રિકેટથી લઈને દેશની આ લોકપ્રિય રમતોનો માણી શકો છો આનંદ

Sports 18 Channel Launching : વાયાકૉમ18ની નવી ચેનલ સ્પોર્ટ્સ 18નું લોન્ચિંગ

sports 18 Channel: વાયાકૉમ 18 દ્વારા સ્પોર્ટ્સ 18ના નામથી નવી સ્પોર્ટ્સ ચેનલની શરૂઆ કરવામાં આવી છે. આ એક પ ટીવી છે જે એચડીમાં પણ જોવા મળશે.

    મુંબઈ : એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાયેલી પ્રતિષ્ઠીત કંપની વાયાકૉમ 18 (Viacom18) દ્વારા શુક્રવારે નવી ટીવી ચેનલનું લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. દેશની રમતપ્રેમીઓ માટે સ્પોર્ટ્સ ચેનલ સ્પોર્ટ્સ 18 (Sports 18 channel)ના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. આ ચેનલ નેટવર્કમાં રમત માટે સમર્પિત રહેશે. વાયાકૉમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ એક પે ટીવી ચેનલ છે. આ ચેનલ એસડી અને એચડીમાં ઉપલબ્ધ થશે જે રમતપ્રેમીઓને રમતની સામગ્રી પ્રદાન કરાવશે.

    સ્પોર્ટ્સ 18 આ વર્ષે કતારમાં યોજાનારમા ફીફા વર્લ્ડકપ, એનબીએ, લા લીગા, લીગ-1, સેરી એ, અબુ ધાબી ટી-10. તથા એનટીપી, બીડબલ્યૂએફનું પ્રસારણ કરશે. ફૂટબૉલ. બાસ્કેટબૉલ, ટેનિસ, ક્રિકેટ, બેડમિન્ટ, વગેરે રમતની દુનિયા સાથે જોડાયેલા પ્રીમિયમ કન્ટેટન્ટને રજૂ કરશે. આ ઉપરાંત આ ચેનલ પર ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ન્યૂઝ, મેગેઝીન અને હાઇલાઇટ શો કવર કરતા પ્રોગ્રામ દર્શાવશે.

    સ્પોર્ટ્સ 18ના સીઈઓ અનિલ જયરાજે જણાવ્યું કે 'સ્પોર્ટ્સ18' આંતરાષ્ટ્રીય સ્તરની પ્રમુખ રમત સ્પર્ધાનું પ્રસારણ કરી અને ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેટવર્ક તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરશે.' જયરાજે ભરોસો વ્યક્ત કરતા જણાવ્યું કે 'સ્પોર્ટસ18 દર્શકોને આતંતરાષ્ટ્રીય અને પ્રમુખ રમત સામગ્રી સુધી સરળતાથી લઈ જશે. સ્પોર્ટ્સ18 ભારતનું સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ નેટવર્ક બનવાનો પ્રયાસ કરશે'

    આ મોટી સ્પર્ધાઓ જોઈ શકશો

    ખેલ પ્રેમીઓ આ વર્ષે લા લીગા, લીગ1, સીરીએ, એનબીએ સ્પોર્ટ્સ 18 પર નિહાળી શકશે. આ ઉપરાંત વાયાકૉમ 18 પ્રીમિયમ વીડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ (Voot) એપલ અને એન્ડ્રોઈડ પર અને જિયો ટીવી ડાઉનલોડ કરીને પણ આ ચેનલને નિહાળી શકશે.

    ભારતના રમતપ્રેમીઓ 15મી એપ્રિલ સાંજે 6.0 વાગ્યાથી સ્પોર્ટ્સ 18ને નિહાળઈ શકશે. આ ચેનલ તમામ ડીટીએસ સેવા પર ઉપલબ્ધ હશે. આ ઉુપરાંત ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને યૂટ્યૂબ પર નિહાળી શકાશે.

    (ડિસ્કલેમર : નેટવર્ક18 અને ટીવી 18ની કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માત્ર લાભાર્થી છે.)
    Published by:Jay Mishra
    First published:

    Tags: Network 18, Sports news, રમત જગત

    विज्ञापन
    विज्ञापन