Home /News /sport /દિગ્ગજ ક્રિકેટરની ભારતને સલાહ- અભિમાન છોડીને ઇંગ્લેન્ડ પાસે શીખો કેવી રીતે જીતી શકાય ICC ટૂર્નામેન્ટ

દિગ્ગજ ક્રિકેટરની ભારતને સલાહ- અભિમાન છોડીને ઇંગ્લેન્ડ પાસે શીખો કેવી રીતે જીતી શકાય ICC ટૂર્નામેન્ટ

હાર્યા પછી ટીમ ઇન્ડિયાને સલાહ

Michael Vaughan advice to Team India: પૂર્વ ક્રિકેટર માઈકલ વોને ટી20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતવા બદલ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરની પ્રશંસા કરી છે. તે ઉપરાંત તેમને ટીમ ઈન્ડિયાને અભિમાનથી દૂર રહેવાની અને આઈસીસી ટૂર્નામેન્ટ કેવી રીતે જીતવી તે બ્રિટિશરો પાસેથી શીખવાની સલાહ આપી છે.

વધુ જુઓ ...
    Michael Vaughan advice to Team India: પૂર્વ ક્રિકેટર માઈકલ વોને ટી20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતવા બદલ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરની પ્રશંસા કરી છે. તે ઉપરાંત તેમને ટીમ ઈન્ડિયાને અભિમાનથી દૂર રહેવાની અને આઈસીસી ટૂર્નામેન્ટ કેવી રીતે જીતવી તે બ્રિટિશરો પાસેથી શીખવાની સલાહ આપી છે.

    ટેલિગ્રાફ માટેની તેમની કોલમમાં, વોને લખ્યું, "ઇંગ્લેન્ડે વિશ્વ કપ જીત્યો કારણ કે તેમની પાસે શ્રેષ્ઠ ટીમ છે, પરંતુ આપણે ઘણીવાર જોઈએ છીએ કે શ્રેષ્ઠ ટીમો અપેક્ષાઓ પર ખરી ઉતરતી નથી. ઇંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી હતી અને તેણે આ વખતે પણ એવું જ કર્યું હતું. ઇંગ્લેન્ડની ટીમને નસીબનો સાથ મળ્યો છે અને તેઓ તેના લાયક પણ છે કારણ કે તેઓએ એક શૈલી માટે પ્રતિબદ્ધ થવા માટે લાંબા સમય સુધી કામ કર્યું છે."

    ઈંગ્લેન્ડના વખાણ કરતા માઈકલ વોને વધુમાં કહ્યું કે, “ઈંગ્લેન્ડ ક્યારેય ગભરાયું નથી. 2019માં ટીમ ટૂર્નામેન્ટની શરૂઆતમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે મેચ હારી ગઈ હતી. અહીં તે આયર્લેન્ડ સામે હારી ગઈ હતી. બંને વખત ટીમની આશાઓ ખતમ થઈ શકતી હતી, પરંતુ તેઓ જાણે છે કે કેવી રીતે જીતવું છે. તેમની પાસે સારા ખેલાડીઓ છે."

    ઇંગ્લેન્ડ પાસેથી પ્રેરણા લેવી જોઇએ

    વોને ટીમ ઈન્ડિયાને સંબોધતા કહ્યું, "ઈંગ્લેન્ડના સફેદ બોલના ખેલાડીઓનું આ ગ્રુપ અસાધારણ છે અને ઈંગ્લિશ ક્રિકેટે એક ટ્રેન્ડ સેટ કર્યું છે જેને બાકીના વિશ્વએ અનુસરવું જોઈએ. ઈંગ્લેન્ડ તેનું કામ કેવી રીતે કરી રહ્યું છે? તેઓ શું કરે? જો હું ભારતીય ક્રિકેટ ચલાવતો હોત તો મેં મારા ઘમંડને બાજુ પર મૂકી દીધો હોત અને ઇંગ્લેન્ડ પાસેથી પ્રેરણા લીધી હોત."
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND Vs ENG, Michael Vaughan, T20 World Cup 2022, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन