58 વર્ષ મેદાનમાં પસાર કર્યા પછી ભારતના આ દિગ્ગજ વિકેટકીપરે લીધી નિવૃત્તિ

1961માં ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શરુ કરનાર દલજીત સિંહ 19 વર્ષથી વધારે વિકેટકીપર બેટ્સમેન તરીકે ક્રિકેટ રમ્યા હતા

News18 Gujarati
Updated: September 2, 2019, 8:58 PM IST
58 વર્ષ મેદાનમાં પસાર કર્યા પછી ભારતના આ દિગ્ગજ વિકેટકીપરે લીધી નિવૃત્તિ
58 વર્ષ મેદાનમાં પસાર કર્યા પછી ભારતના આ દિગ્ગજ વિકેટકીપરે લીધી નિવૃત્તિ
News18 Gujarati
Updated: September 2, 2019, 8:58 PM IST
દલજીત સિંહ આ એ નામ છે જેણે ભારતમાં પિચ ક્યૂરેટરના કામને નામ અને ઘણી ઉંચી સિદ્ધિઓ અપાવી છે. આ એ નામ છે જેમણે ભારતમાં પિચોની દેખરેખમાં પોતાના જીવનના 22 વર્ષ આપી દીધા છે. 1961માં 19 વર્ષની ઉંમરમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ધાક જમાવ્યા પછી કોચ અને પિચ ક્યૂરેટર રહેલા દલજીત સિંહે આખરે 80 વર્ષની ઉંમરમાં બીસીસીઆઈના ચીફ ક્યૂરેટર પદથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે હવે મેં પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 22 વર્ષમાં બીસીસીઆઈ સાથે આ સફર શાનદાર રહી છે.

1961માં ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શરુ કરનાર દલજીત સિંહ 19 વર્ષથી વધારે વિકેટકીપર બેટ્સમેન તરીકે ક્રિકેટ રમ્યા હતા. તેમના નામે એકસમયે રણજી ટ્રોફીમાં વિકેટ પાછળ સૌથી વધારે શિકાર કરવાનો રેકોર્ડ હતો. તેમના નામે 87 ફર્સ્ટ ક્લાસ મેચમાં 225 શિકાર છે. આ સિવાય 12 વર્ષથી વધારે સમય કોચિંગ પણ આપ્યું હતું. આ પછી 22 વર્ષ ક્યૂરેટર રહ્યા હતા. આ રીતે પોતાના જીવનના 58 વર્ષ મેદાનમાં પસાર કર્યા હતા.આ પણ વાંચો - સરકારી નોકરીની પરીક્ષામાં પુછાયો ધોની ઉપર સવાલ, શું તમને ખબર છે જવાબ

દલજીત સિંહ ચાર ટીમો તરફથી રણજી ટ્રોફી રમ્યા હતા. તે સર્વિસિસ, નોર્દન પંજાબ, દિલ્હી અને બિહાર માટે રણજીમાં રમ્યા હતા. તે છ વર્ષ સુધી બિહારની રણજી ટ્રોફી ટીમના કેપ્ટન રહ્યા હતા. જેમાં 1975-76માં રમાયેલ ફાઇનલ પણ સામેલ છે.

એમસીસી, યૂકેથી ક્વોલિફાઇડ કોચ બનીને પરત ફરેલા દલજીત સિંહે 12 વર્ષ સુધી બિહાર, કર્ણાટક અને પંજાબના ખેલાડીઓને કોચિંગ આપી હતી. આ પછી પંજાબ ક્રિકેટ એસોસિયેશનના તત્કાલીન અધ્યક્ષ આઈએસ બિંદ્રાના આગ્રહ પર દલજીત સિંહ 1993માં બેંગલોરથી મોહાલીમાં શિફ્ટ થઈ ગયા હતા. તેમના મતે બિંદ્રાએ પ્રોત્સાહિત કરતા મેં મેદાનના દેખરેખની જવાબદારી સંભાળી હતી. મેદાન તે સમયે બની રહ્યું હતું. ત્યારે મેં નિર્ણય કર્યો હતો કે મારે પોતાની ઉર્જા મેદાન અને પિચ પર કામ કરવામાં લગાવવી જોઈએ. મેં કોચિંગ છોડી પિચ ક્યૂરેટરનું કામ સંભાળ્યું હતું.
First published: September 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...