નવદીપ સૈનીને લઈને ક્રિકેટર અને બીજેપી નેતા સાથે ઝઘડ્યો ગૌતમ ગંભીર

News18 Gujarati
Updated: August 5, 2019, 8:40 AM IST
નવદીપ સૈનીને લઈને ક્રિકેટર અને બીજેપી નેતા સાથે ઝઘડ્યો ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર

બેદીના જવાબ પછી ગંભીર ચૂપી બેસી રહ્યો ન હતો. તેણે બિશન બેદીના પુત્ર અંગદ બેદીને પણ વિવાદમાં ઢસડ્યો હતો.

  • Share this:
યુવા ભારતીય ઝડપી બોલર નવદીપ સૈનીને લઈને પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદી અને ભારતના બેટ્સમેન્ટ ગૌતમ ગંભીર વચ્ચે રવિવારે જોરદાર વાકયુદ્ધ છેડાયું હતું. બેદીએ કહ્યું કે તે ગંભીર જેવું નીચું કામ ન કરી શકે. આના પર ગંભીરે બેદી પર આરોપ લગાવ્યો કે તે જાતિવાદની પ્રવૃત્તિમાં સંકડાયેલો હતો અને તેણે પોતાના પુત્ર અંગદને દિલ્હીની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેના વાકયુદ્ધ વચ્ચે સૈનીએ વેસ્ટ ઇન્ડિઝ સામે ટી 20માં આંતરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ગંભીરે પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદી અને ચેતન ચૌહાણ પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી ક્રિકેટના વિવિધ મુદ્દાને લઈને બેદી અને ગંભીર વચ્ચે મતભેદ જાહેર જ છે. બેદીએ 2013માં સૈનીની દિલ્હીની ક્રિકેટ ટીમમાં પસંદગી પર વિરોધ પ્રગટ કર્યો હતો. સૈની રણજી મેચ રમે તેના એક દિવસ પહેલા બેદીએ ડીડીસીએના તત્કાલિન અધ્યક્ષ સ્નેહ બંસલને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ગંભીરનો હુમલો

26 વર્ષીય ફાસ્ટ બોલર સૈનીએ વેસ્ટ ઇન્ડિઝ સામે 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને ભારતને ચાર વિકેટથી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સૈનીના આવા પ્રદર્શન બાદ ગંભીરે ટ્વિટ કર્યું કે, "નવદીપ સૈની તમે ભારત તરફથી ટી 20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બેટિંગ કરતા પહેલા જ બિશન બેદી અને ચેતન ચૌહાણને આઉટ કરીને બે વિકેટ ઝડપી હતી. આવા ખેલાડીને ડેબ્યૂ કરતા જોવો એ તેમના મીડલસ્ટમ્પ ઉખાડવા બરાબર છે, જેણે મેદાનમાં ઉતરતા પહેલા જ તેને બહાર કરી દીધો હતો. શરમજનક."

બિશનસિંહ બેદી


બેદીએ વળતો હુમલો કર્યોબેદીને જ્યારે ગંભીરના આક્ષેપ પર પૂછવમાં આવ્યું ત્યારે તેણી પેટીઆઈને જણાવ્યું કે, "મને નથી લાગતું કે મારી ગંભીરની જેમ નીચલી પાયરી પર જવાની જરૂર છે. ટ્વિટર આપવામાં આવેલા ભાષણનો હું કોઈ જવાબ નહીં આપું. મેં નવદીપ સૈની વિશે ક્યારેક કોઈ નકારાત્મક નથી કહ્યું. કોઈએ કંઈ મેળવ્યું છે તો તે તેની પ્રતિભાને કારણે છે, કોઈ અન્યના કારણે નહીં."

અંગદ બેદી


ગંભીરે બેદીના પુત્રને વિવાદમાં ઢસડ્યો

જોકે, બેદીના જવાબ પછી ગંભીર ચૂપી બેસી રહ્યો ન હતો. તેણે બિશન બેદીના પુત્ર અંગદ બેદીને પણ વિવાદમાં ઢસડ્યો હતો. ગંભીરે ટ્વિટ કર્યું કે, "બિશન બેદી 'ખરાબ હરકત'ની વાત કરી રહ્યા છે. એ કોણ હતો જે કાબેલ ન હોવા છતાં પોતાના પુત્રની પસંદગી કરવા માંગતો હતો. ચેતન ચૌહાણ જે ડીડીસીએ ટીમમાં પોતાના ભત્રીજા સમાવવા પર અડી ગયો હતો."

ગંભીરે આરોપ લગાવ્યા

ગૌતમ ગંભીરે બેદી અને ચૌહાણ પર આરોપ લગાવ્યા કે બંનેએ દિલ્હીની રણજી ટીમમાં સૈનીનો પ્રવેશ રોકવા માટે પ્રયાસ કર્યા હતા. બેદીએ આ આક્ષેપોને ફગાવી દેતા કહ્યુ હતુ કે તેમણે ક્યારેય હરિયાણાના સૈનીનો દિલ્હીનું પ્રતિનિધિત્વ કરવા પર વિરોધ કર્યો નથી.

ચેતન ચૌહાણ


બિશન બેદીએ કહ્યું કે, "હું કોણ છું? હું ડીડીસીએના કોઈ પદ પર ક્યારેય નથી રહ્યો. હું જોઈ રહ્યો છું કે સંસદ સભ્ય બનવા છતાં તેના (ગંભીર) વ્યવહારમાં કોઈ બદલાવ આવ્યો નથી."

ચૌહાણે પણ આપ્યો જવાબ

ભાજપના પૂર્વ સાંસદ અને ઉત્તર પ્રદેશ સરકારમાં વર્તમાન મંત્રી ચૌહાણે ટ્વિટ કરીને ગંભીરના આક્ષેપોનો જવાબ આપ્યો હતો. ચૌહાણે કહ્યું કે, "દિલ્હી ક્રિકેટ સંધના નિયમ પ્રમાણે બીજા રાજ્યના ક્રિકેટરો માટે એક વર્ષનો કૂલિંગ પીરિયડ (રાહ જોવાનો સમય) રાખવામાં આવ્યો છે. આ કેસમાં ક્ષમતા અને પ્રતિભાની વાત જ નથી. પોતાની જાતને મહાન બતાવવા માટે બીજાને નાના બતાવવાનો પ્રયાસ ન કરો."
First published: August 5, 2019
વધુ વાંચો
अगली ख़बर