કોમનવેલ્થ ગેમ્સનો ત્રીજો દિવસ ભારત માટે ખાસ રહ્યો છે, ભારતે ત્રીજા દિવસે ચોથો ગોલ્ડ પોતાના નામે કર્યો છે. વેઈટ લિફ્ટિંગમાં ભારતે આજના દિવસમાં બીજો ગોલ્ડ પોતાના નામે કર્યો છે. વેંકેટ રાહુલે 85 કિલોગ્રામ કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
વેંકેટ રાહુલને સામોઆના ડોન ઓપેલોજ વચ્ચે રોમાંચક મેચ જામી હતી. સામોઆએ રાહુલને બરાબરની ટક્કર આપી હતી. વેંકેટે 338 કિલોવજન ઉઠાવીને મેચ પોતાના ગોલ્ડ પોતાના નામે કરી લીધો હતો. સ્નેચમાં 151 અને ક્લીન એન્ડ જર્કમાં 187 કિલો વજન ઉઠાવ્યો હતો. જ્યારે ક્લીન અનેડ જર્કમાં રાહુલે બીજા પ્રયત્નમાં 187 કિલોગ્રામ વજન ઉઠાવ્યો, પરંતુ 191 કિલોગ્રામ વજન ઉઠાવવામાં અસફળ રહ્યો. જ્યારે સામોઆના ખેલાડીએ પહેલી કોશિશમાં 180 કિલો વજન ઉઠાવ્યો અને બીજી કોશિશમાં 188 વજન ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો, ત્રીજી કોશિશમાં વજનને વધારીને 191 કિલોગ્રામ કરી દેવામાં આવ્યું પરંતુ તે વજનને પણ તે ઉઠાવી શક્યો નહતો. આમ રાહુલે ગોલ્ડ પોતાના નામે કરી લીધું હતું.
ઉલ્લેખનિય છે કે, વેઈટ લિફ્ટીંગમાં ત્રીજા દિવસે પણ ભારતે ગોલ્ડ પર કબજો કર્યો છે. ભારતના સતિષ કુમાર શિવલિંગમે વેઈટ લિફ્ટિંગમાં ભારત માટે સુવર્ણચંદ્રક જીત્યો છે.સતીશએ આ સફળતા 77 કિલોગ્રામ વર્ગમાં પ્રાપ્ત કરી હતી.ત્રણ સુવર્ણ ચંદ્રક સાથે ભારત અત્યાર સુધી પાંચ મેડલ જીત્યા છે.ભારતને અત્યાર સુધીમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળેલા છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર