વારાણસીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન (Cricketer Shikhar Dhawan) વારાણસી (Varanasi) આવીને વિવાદોમાં ઘેરાતો હોય એવું લાગી રહ્યું છે. મૂળે, વારાણસીમાં બોટિંગ કરવા દરમિયાન તેણે વિદેશી પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. જ્યારે બર્ડ ફ્લૂ (Bird Flu)ને જોતાં જિલ્લા પ્રશાસને આવું કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. શનિવારે શિખર ધવન (Shikhar Dhawan)ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photos) થયા બાદ જિલ્લા પ્રશાસને તેની ગંભીર નોંધ લીધી છે અને કાર્યવાહીના મૂડમાં જોવા મળી રહ્યું છે.
જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે જે બોટથી શિખર ધવન નૌકા વિહાર માટે ગયો હતો તે નાવિક ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું કે બર્ડ ફ્લૂ દરમિયાન વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ છે. પરંતુ શિખર ધવને પોતાના ઓફિશિયલ ટ્વીટરથી એક ફોટો ટ્વીટ કર્યું છે જેમાં તે દાણા ખવડાવતો જોવા મળી રહ્યો છે. એવામાં તસવીરની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, વારાણસીમાં શિખર ધવને બાબા વિશ્વનાથ (Baba Vishwanath)ના દર્શન પણ કર્યા અને વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતી (Ganga Aarti)માં પણ સામેલ થયો. આ દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માટે માસ્ક પણ પહેરી રાખ્યો હતો. જોકે તેમ છતાંય કેટલાક લોકોએ તેને ઓળખી લીધો. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટથી એક વીડિયો પણ શૅર કર્યો છે. શિખર ધવનની એક આવી તસવીર પણ વાયરલ (Shikhar Dhawan viral photo) ગઈ છે જેમાં તે ત્રિપુંડ લગાવેલો જોવા મળી રહ્યો છે.
ત્યારબાદ બીજા દિવસે તેઓ ગંગામાં નૌકા વિહાર કરવા ગયો તો સાઇબેરિયાથી આવેલા યાયાવર પક્ષીઓને (Migratory Birds)દાણા ખવડાવતી તસવીર તેણે પોતાની પ્રોફાઇલથી પોસ્ટ થયા બાદ વાયરલ થઈ ગઈ. જ્યારે વારાણસી જિલ્લા પ્રશાસને બર્ડ ફ્લૂના ખતરાના કારણે આ પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર