યુવરાજે જણાવ્યો રિટાયરમેન્ટનો પ્લાન, શું 2019 બાદ લેશે સન્યાસ?

News18 Gujarati
Updated: March 2, 2018, 1:41 PM IST
યુવરાજે જણાવ્યો રિટાયરમેન્ટનો પ્લાન, શું 2019 બાદ લેશે સન્યાસ?
IPLની આવનારી સીઝન તેનાં માટે ઘણી મહત્વની છે. કારણ કે તેમાં જો સારુ પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ 2019માં તેને રમવાનો મોકો મળશે

IPLની આવનારી સીઝન તેનાં માટે ઘણી મહત્વની છે. કારણ કે તેમાં જો સારુ પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ 2019માં તેને રમવાનો મોકો મળશે

  • Share this:
નવી દિલ્હી: ઘણાં સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર રહેનારા ઓલ રાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહે કહ્યું કે, તે 2019 સુધી ક્રિકેટ રમતા રહેશે. અને તે બાદ તે સન્યાસ લઇ લેશે. યુવરાજનું કહેવું છે કે, IPLની આવનારી સીઝન તેનાં માટે ઘણી મહત્વની છે. કારણ કે તેમાં જો સારુ પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ 2019માં તેને રમવાનો મોકો મળશે.

મોનાકોમાં આયોજિત 18માં લોરિઅસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં ભાગ લેવા આવેલાં યુવરાજે કહ્યું કે, 'હું IPLમાં સારુ પ્રદર્શન કરવા ઇચ્છુ છું. મારા માટે આ ઘણી જ અહમ ટૂર્નામેન્ટ છે. કારણ કે તેનાંથી 2019 સુધી રમવાની દિશા પ્રબળ થશે. હું 2019 સુધી રમવા માંગુ છુ અને તે બાદ આગળ માટે નિર્ણય લઇશ.'

વર્લ્ડ કપ 2011માં ભારતની ઐતિહાસિક જીતનાં નાયક રહેલા યુવરાજ સિંહ કેન્સરથી જંગ જીતીને મેદાનમાં પરત ફર્યો છે. તેણે કહ્યું હતું કે, તેનાં કરિયરમાં એક માત્ર કિસ્સો હશે કે તે ટેસ્ટ ટીમમાં તેની જગ્યા પાક્કી ન કરી શક્યો.

મારા કરિયરમમાં પહેલાં છ-સાત વર્ષ મને વધુ તક નહોતી મળી. કારણ કે તે સમયે ટેસ્ટ ટીમમાં ખુબજ ઉમદા ખેલાડીઓ હતાં. જ્યારે તક મળી તો મને કેન્સર થઇ ગયું. તેથી મને આ મામલે હમેશાં દુખ રહેશે પણ કેટલીક વસ્તુઓ આપણાં હાથમાં નથઈ હોતી.

યુવરાજે કર્યા વિરાટનાં વખાણ
યુવરાજે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમનાં વખાણ કર્યા. દક્ષિણ આફ્રીકામાં વનડે અને ટી20 સીરીઝમાં જીત મેળવી છે. યુવરાજનું કહેવું છે કે, આ ઉત્તમ પ્રદર્શન છે. ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ ખુબજ શાનદાર કમબેક કર્યું. યુવરાજે કહ્યું કે, સ્પિન બોલર્સનું પ્રદર્શન ઉત્તમ રહ્યું હતું. ખાસ કરીને યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનું. વિદેશ પ્રવાસ દરમિયાન ત્રણ સીરીઝ રમવાની અને તેમાંથી બે જીતવાની. તે જ જણાવે છે કે ટીમ ઇન્ડિયાનો દબદબો કેવો છે.યુવરાજ સિંહનું કહેવું છે કે, હવે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જીત મેળવવાનું છે. જો ટીમ સતત આ રીતે પ્રદર્શન કરતી રહેશે તો ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે. આપને જણાવી દઇએ કે યુવરાજે ટિમ ઇન્ડિયા માટે છેલ્લી વન ડે જૂન 2017માં રમી હતી.
First published: March 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading