ધોની-રૈનાના સાથી રહેલા બે ભારતીય ક્રિકેટરોએ એકસાથે જાહેર કરી નિવૃત્તિ

News18 Gujarati
Updated: August 4, 2019, 6:09 PM IST
ધોની-રૈનાના સાથી રહેલા બે ભારતીય ક્રિકેટરોએ એકસાથે જાહેર કરી નિવૃત્તિ
યુવરાજ સિંહ સાથે પ્રશાંત ગુપ્તા

બંને સુરેશ રૈના અને મોહમ્મદ કૈફ જેવા દિગ્ગજો સાથે રમી ચૂક્યા છે

  • Share this:
દેશમાં એક પછી એક ક્રિકેટરો નિવૃત્તિ લઈ રહ્યા છે. યુવરાજ સિંહ, અંબાતી રાયડુ, મનપ્રીત ગોની અને વેણુગોપાલ રાવ પછી હવે બીજા બે ક્રિકેટરોએ નિવૃત્તિ લીધી છે. બંનેએ બીસીસીઆઈને પોતાનો ઇ-મેલ મોકલી આપ્યો છે અને યુવરાજ અને મનપ્રીત ગોનીની જેમ વિદેશી ટી-20 લીગમાં રમવાની મંજુરી માંગી છે. જોકે હજુ સુધી બીસીસીઆઈ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. આ બંને ક્રિકેટર ઉત્તર પ્રદેશના છે. જેમના નામ પ્રશાંત ગુપ્તા અને ઇમ્તિયાજ અહમદ છે. બંનેએ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે પોતાનો કરાર સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. બંને યુપીની ટીમમાં સુરેશ રૈના અને મોહમ્મદ કૈફ જેવા દિગ્ગજો સાથે રમી ચૂક્યા છે.

પ્રશાંત ગુપ્તા 31 વર્ષનો થઈ ગયો છે અને તે ભારતીય ટીમમાં સ્થાન બનાવે તેવી સંભાવના ઓછી છે. તે 21 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે અને 1 સદી અને 3 અડધી સદીની મદદથી 879 રન બનાવ્યા છે. ટી-20માં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પ્રશાંતે 37 મેચમાં 1 સદી અને 5 અડધી સદીની મદદથી 1111 રન બનાવ્યા છે.

પ્રશાંત ગુપ્તા 31 વર્ષનો થઈ ગયો છે અને તે ભારતીય ટીમમાં સ્થાન બનાવે તેવી સંભાવના ઓછી છે


આ પણ વાંચો - ક્રિકેટર ઇરફાન પઠાણને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ

તે એવા ખાસ બેટ્સમેનોમાથી છે જેમણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. જોકે આઈપીએલમાં કોઈનું ધ્યાન ખેચી શક્યો ન હતો, કોઈ ટીમે તેની ઉપર દાવ લગાવ્યો ન હતો. ગત વર્ષે તે રેલવે તરફથી રમ્યો હતો અને જ્યાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અણનમ 40, 53 અને 39 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.

33 વર્ષના ફાસ્ટ બોલર ઇમ્તિયાઝ અહમદે 45 ફર્સ્ટ ક્લાસ મેચમાં 138 અને 20 લિસ્ટ એ ની મેચમાં 26 વિકેટ ઝડપી છે. ટી-20 ક્રિકેટમાં તેના નામે 17 વિકેટ છે. તેને આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને પૂણે વોરિયર્સે ખરીદ્યો હતો પણ તે છાપ છોડી શક્યો ન હતો. તેને આઈપીએલમાં ધોની, રૈના જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રુમ શેર કરવાની તક મળી છે.
33 વર્ષના ફાસ્ટ બોલર ઇમ્તિયાઝ અહમદે 45 ફર્સ્ટ ક્લાસ મેચમાં 138 અને 20 લિસ્ટ એ ની મેચમાં 26 વિકેટ ઝડપી છે


પ્રશાંત અને ઇમ્તિયાઝે બીસીસીઆઈને ઇ-મેલ કર્યો છે અને રમવા માટે તક આપવા માટે આભાર માન્યો છે. આ સાથે તેમણે બહારના દેશોમાં ક્રિકેટ રમવાની મંજૂરી આપવા અપીલ કરી છે. થોડાક દિવસો પહેલા યુવરાજ અને મનપ્રીત ગોનીએ નિવૃત્તિ પછી વિદેશી લીગમાં રમવાનું કર્યું છે. બંને હાલ ટી-20 કેનેડામાં મોન્ટ્રિયલ નેશનલ્સ માટે રમી રહ્યા છે. આ પછી માનવામાં આવે છે કે ઘણા બીજા ખેલાડી પણ આમ કરી શકે છે.
First published: August 4, 2019, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading