Home /News /sport /ઉસ્માન ખ્વાજાની લવ સ્ટોરી રસપ્રદ, પોતાની ગર્લફ્રેન્ડનો ધર્મપરીવર્તન કરી કર્યા લગ્ન
ઉસ્માન ખ્વાજાની લવ સ્ટોરી રસપ્રદ, પોતાની ગર્લફ્રેન્ડનો ધર્મપરીવર્તન કરી કર્યા લગ્ન
પાકિસ્તાનીઓ પણ ઉસ્માન ખ્વાજાની સદીની ઉજવણી કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા તરફથી રમનાર ઉસ્માન ખ્વાજા પાકિસ્તાની મૂળનો પ્રથમ ખેલાડી બન્યો. જે હાલ ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યો છે. ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે 2010-11ની એશિઝ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું.
ઉસ્માન ખ્વાજા 1999 પછી ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે સદી ફટકારનાર ત્રીજો પાકિસ્તાની મૂળનો ખેલાડી બન્યો. આ પહેલા 1999માં સઈદ અનવર અને શાહિદ આફ્રિદીએ અનુક્રમે કોલકાતા અને ચેન્નાઈ ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. પાકિસ્તાનીઓ પણ ઉસ્માન ખ્વાજાની સદીની ઉજવણી કરી રહ્યા છે.
આ સદી બાદ ઉસ્માન ખ્વાજા ભાવુક થઈ ગયો હતો. આ અંગે તેણે કહ્યું હતુ કે, આ સદી મારા માટે ખૂબ જ ખાસ છે. મેં અગાઉ બે વખત ભારતનો પ્રવાસ કર્યો છે, અને બંને વખત મને 8 જેટલી ટેસ્ટમાં પાણી આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે એક લાંબી જર્ની રહી. અને અંતે મેં ભારતમાં સદી ફટકારી. એક ઓસ્ટ્રેલિયન તરીકે મને આ ઇનિંગ પર ગર્વ છે.
ઉસ્માન ખ્વાજાની લવસ્ટોરી રસપ્રદ છે
ઉસ્માન ખ્વાજાનો જન્મ 18 ડિસેમ્બર 1986ના રોજ ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં થયો હતો. જ્યારે તે ચાર વર્ષનો હતો, ત્યારે પરિવારે ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થળાંતર કરવાનું નક્કી કર્યું. ઓસ્ટ્રેલિયા તરફથી રમનાર તે પાકિસ્તાની મૂળનો પ્રથમ ખેલાડી બન્યો. ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે 2010-11ની એશિઝ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. અને તે ક્વોલિફાઇડ કોમર્શિયલ અને ઇન્સ્ટ્રુમેન્ટ-રેટેડ પાઇલટ છે.
તે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાંથી એવિએશનની ડિગ્રી સાથે સ્નાતક થયો હતો. આ ઉપરાંત તેણે પાઈલટનું લાઇસન્સ મેળવ્યું હતું. તેમનું શિક્ષણ વેસ્ટફિલ્ડ સ્પોર્ટ્સ હાઈસ્કૂલમાં થયું હતું. પાકિસ્તાની મૂળના ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ તેની ગર્લફ્રેન્ડ રશેલ મેક્લેનન સાથે 2018માં લગ્ન કર્યા હતા. રશેલે પછી ધર્મપરિવર્તન કર્યું.
તમને જણાવી દઈએ કે, રશેલે લગ્ન પહેલા ઇસ્લામ કબૂલ કર્યો હતો, ત્યારબાદ ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. રશેલ કેથોલિક ખ્રિસ્તી છે, જે ખ્વાજા કરતા 9 વર્ષ નાની છે. બંનેએ 2016માં સગાઈ કરી હતી. ખ્વાજા અને રાહિલને એક પુત્રી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર