નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને 8 વાર ઓલમ્પિક મેડલિસ્ટ યૂસેન બોલ્ટ (Usain Bolt) ને કોરોના વાયરલ (Coronavirus) થઈ ગયો છે. બોલ્ટે 21 ઓગસ્ટે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેના થોડા દિવસ બાદ તે આ મહામારીની ઝપેટમાં આવી ગયો. બોલ્ટની બર્થડે પાર્ટીમાં અનેક મોટા નામ સામેલ થયા હતા. બોલ્ટે થોડા દિવસ પહેલા કોરોનાની તપાસ કરાવી હતી, જેનું પરિણામ રવિવારે સામે આવ્યું છે.
IPL ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Panjab)ના ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) પણ તેમની પાર્ટીનો હિસ્સો બન્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોલ્ટ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં છે. હજુ તેની એ વાતની પુષ્ટિ નથી થઈ કે તેમનામાં આ મહામારીના લક્ષણ જોવા મળ્યા છે કે નહીં.
બોલ્ટના બર્થડે પર તેની ગર્લફ્રેન્ડ કાસી બેનેન્ટે સરપ્રાઇઝ પાર્ટી આપી હતી, જેમાં ક્રિસ ગેલ, ક્રિસ્ટોફર માર્ટિન, લિયોન બેલી સહિત અનેક સેલિબ્રિટિઝ સામેલ થઈ હતી. જમૈકામાં 1413 કોરોનાના કેસ સામે આવ્યા છે અને ત્યાં આ મહામારીના કારણે 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
બોલ્ટે ત્રણ ઇવેન્ટમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમનું નામ 100 મીટર, 200 મીટર અને 4X100 મીટર રિલેમાં વર્લ્ડ રેકોર્ડ છે. બોલ્ટે વર્ષ 2008, 2012 અને 2016 ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બોલ્ટે 8 ઓલમ્પિક મેડલ ઉપરાંત 11 વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ, 6 IAAF વર્લ્ડ એથલીટ ઓફ ધ યર ટાઇટલ, 4 Lauresus World સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર