અમેરિકા, મેક્સિકો અને કેનેડાને મળી ફિફા 2026 વર્લ્ડકપની મેજબાની

News18 Gujarati
Updated: June 13, 2018, 7:09 PM IST
અમેરિકા, મેક્સિકો અને કેનેડાને મળી ફિફા 2026 વર્લ્ડકપની મેજબાની
News18 Gujarati
Updated: June 13, 2018, 7:09 PM IST
મોસ્કોમાં આયોજિત 68મી ફિફા કોંગ્રેસ સંમેલનમાં બુધવારે અમેરિકા, મેક્સિકો અને કેનેડાએ 2026 ફિફા વર્લ્ડકપની સંયુક્ત મેજબાની મેળવી લીધી છે.

અમેરિકા, મેક્સિકો અને કેનેડાએ સંયુક્ત રૂપે 2026 વર્લ્ડ કપ માટે દાવેદારી રજૂ કરી હતી. દાવેદારીની ચૂંટણીમાં તેમને મોરક્કોને હરાવ્યું છે.

ફિફા ઈતિહાસમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે કે ,ત્રણ દેશોમાં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની મેજબાની માટે કાર્યભાર સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસમાં 20થી વધારે રાષ્ટ્રીય ફુટબોલ સંઘોએ મતદાન કર્યું. અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત દાવેદારીને 134 વોટ મળ્યા. મોરક્કો ને 65 વોટ મળ્યા હતા.

અમેરિકન ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ કોર્લોસ કોરડેરિયોને કહ્યું, આ અદ્વિતીય છે અને ઉત્તર અમેરિકામાં ફુટબોલ જગત માટે ખુબ જ મોટી ક્ષણ છે.

2026માં થનાર વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં 32ની જગ્યાએ 48 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં 80માંથી 60 મેચ અમેરિકામાં રમાશે, જ્યારે કેનેડા અને મેક્સિકોમાં 10-10 મેચ રમાશે. અમેરિકામાં ક્વોર્ટર ફાઈનલ મેચ પણ રમાશે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर