સતત ફોન કરીને પરેશાની કરતી હતી આ અભિનેત્રી, પંતે કરી દીધી બ્લોક

News18 Gujarati
Updated: January 11, 2020, 4:14 PM IST
સતત ફોન કરીને પરેશાની કરતી હતી આ અભિનેત્રી, પંતે કરી દીધી બ્લોક
ઉર્વશી પંત સાથે સતત વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી

ગત વર્ષે પંતનું નામ ઉર્વશી રૌતેલા સાથે જોડાયું હતું

  • Share this:
નવી દિલ્હી : ભારતના યુવા વિકેટકીપર બૅટ્સમેન રિષભ પંત(Rishabh Pant)ના દિવસો હાલ બરાબર ચાલી રહ્યા નથી. શુક્રવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20માં તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. મેદાન પર તેનું સતત ખરાબ પ્રદર્શન યથાવત્ છે. જેને લઈને તે ચિંતામાં છે અને આ જ ટેન્શનના કારણે તેણે WhatsApp અને ફોન બંનેમાં બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ને બ્લોક કરી દીધી છે. સ્પોટ બોયના રિપોર્ટ પ્રમાણે પંત ઉર્વશી સાથે વાત કરવા માંગતો નથી અને તેણે આ અભિનેત્રીને બ્લોક કરી દીધી છે.

પંતના એક નજીકના વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે ઉર્વશી પંત સાથે સતત વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. જે પછી ભારતીય વિકેટકીપર પંતે આ નિર્ણય કર્યો હતો. જ્યારે ઉર્વશી સાથે આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેના પ્રવક્તાએ કહ્યું હતું કે બંનેએ એકબીજાને બ્લોક કરવાનો નિર્ણય એકબીજાની સહમતિથી લીધો છે.

આ પણ વાંચો - ધોનીના ભવિષ્ય પર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું - જલ્દી લઈ શકે છે નિવૃત્તિ!

પંતનું નામ ગત વર્ષે ઉર્વશી રૌતેલા સાથે જોડાયું હતું
ગત વર્ષે પંતનું નામ ઉર્વશી રૌતેલા સાથે જોડાયું હતું. રૌતેલા ગત વર્ષે પંત સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચ પહેલા બંને ડેટ પર ગયા હતા. આ પછી બંનેને લઇને મીડિયામાં સમાચાર આવ્યા હતા.

ઉર્વશી સાથે પંતના સંબંધની વાત વધારે સમય ચાલી ન હતી. નવા વર્ષ પર પંતે ઇશા નેગી(Isha Negi)સાથે ઇન્સ્ટાગ્રાન પર ફોટો શેર કરીને બધાને ચોંકાવ્યા હતા. તેની આ પોસ્ટ સ્પષ્ટ ઇશારો કરી રહી હતી કે તે ઇશાને ડેટ કરી રહ્યો છે.
First published: January 11, 2020, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading