બજેટ 2021ના ભાષણમાં પણ છવાઇ Team India, જાણો નાણા મંત્રીએ શું કહ્યું

સીતારમણે કહ્યું કે, 'ટીમ ઇન્ડિયાની (Team India) ઓસ્ટ્રેલિયામાં શાનદાર સફળતા આપણને ભારતના લોકોની આંતરિક  તાકાતની યાદ અપાવે છે.'

સીતારમણે કહ્યું કે, 'ટીમ ઇન્ડિયાની (Team India) ઓસ્ટ્રેલિયામાં શાનદાર સફળતા આપણને ભારતના લોકોની આંતરિક  તાકાતની યાદ અપાવે છે.'

 • Share this:
  નાણા મંત્રી નિર્મલા સીતારણ (Nirmala Sitharaman) આજે સોમવારે બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટના ભાષણમાં (Budget 2021) ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયામાં (India vs Australia) પ્રદર્શનની વાત કરી હતી. સીતારમણે કહ્યું કે, 'ટીમ ઇન્ડિયાની (Team India) ઓસ્ટ્રેલિયામાં શાનદાર સફળતા આપણને ભારતના લોકોની આંતરિક  તાકાતની યાદ અપાવે છે.'

  ટીમ ઇન્ડિયા માટે નાણા મંત્રીએ શું કહ્યું

  કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને સોમવારે (1 ફેબ્રુઆરી) બજેટ રજૂ કર્યું હતું. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લું વર્ષ મુશ્કેલીઓથી ભરપુર રહ્યું છે. ભારતીયોએ તેનો નિશ્ચિતપણે સામનો કર્યો. તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી, પરંતુ તેણે સારું પુનરાગમન કર્યું. સીતારમને કહ્યું, "ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં અવિરત સફળતા આપણને ભારતના લોકોની આંતરિક તાકાતની યાદ અપાવે છે."

  Heath Budget 2021: 'આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની જાહેરાત, કોરોના રસી માટે 35 હજાર કરોડ રૂપિયા

  Budget Highlights: નાણા મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં તમારા માટે શું ખાસ

  ઘરમાં બંધ લોકોએ જોઇ ક્રિકેટ મેચ

  વર્ષ 2020માં કોરોના વાયરસ અને લૉકડાઉનમાં જ્યારે લોકોની જીંદગી ઘરમાં લોક હતી ત્યારે ક્રિકેટે લોકોની જીંદગીમાં સંજીવની તરીકે એન્ટ્રી કરી. પોતપોતાના ઘરોમાં બંધ લોકોએ પહેલા આઈપીએલ અને પછી ભારત ઓસ્ટ્રેલિયા સીરીઝે ખુશ થવાની તક આપી. ઓસ્ટ્રેલિયા સામે રમેલી ટેસ્ટ સિરીઝ તો જિંદગી માટે મોટો પાઠ લઇને આવી, જ્યારે ભારતીય ટીમ પોતાના ઓછામાં ઓછા સ્કોર પર આઉટ થયા બાદ ન માત્ર આગામી ટેસ્ટ મેચ જીતી પરંતુ સીરિઝ પણ પોતાના નામે કરી દીધી. કદાચ આજ કારણ છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટના ભાષણમાં ભારત ઓસ્ટ્રેલિયા સીરિઝને યાદ કરી.

  બજેટની તમામ અપડેટમાં કરો અહીં કરો ક્લિક 

  આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમ (ટીમ ઇન્ડિયા) ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં માત્ર 36 રન બનાવીને હારી ગઈ હતી. ભારત આ મેચ 8 વિકેટથી હારી ગયું હતું. આ પછી, ઘણા લોકોએ કહ્યું કે, ભારત આ શ્રેણી ખરાબ રીતે ગુમાવશે. ભારતીય ટીમે આ બધા પર પલટવાર કર્યો અને આગામી ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટ જીતી અને ચાર મેચની શ્રેણી 2-1થી જીતી.
  Published by:Kaushal Pancholi
  First published: