Under19 Asia Cup IND vs SL : ભારતે શ્રીલંકા સામેની મેચમાં ડકવર્થ લૂઈસના ખિતાબથી મેચ જીતી
Under-19 Asia Cup: ભારતીય અંડર-19 ટીમે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટીમે શ્રીલંકાને 9 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 106 રન બનાવ્યા હતા. ડાબોડી સ્પિનર વિકી ઓસ્તવાલે 3 વિકેટ ઝડપી હતી.
Under-19 Asia Cup: ભારતીય અંડર-19 ટીમે 8મી વખત (IND vs SL Asia Cup 2022) એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શુક્રવારે રમાયેલી ફાઇનલમાં ટીમે શ્રીલંકાને ડકવર્થ લુઇસ નિયમ અનુસાર 9 (IND vs SL Asia Cup 2022 Result) વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 106 રન બનાવ્યા (Under 19 Asia Cup Score card) હતા. પરંતુ ડકવર્થ લુઈસ નિયમ અનુસાર ભારતીય ટીમને 102 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 21.3 ઓવરમાં એક વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેચમાં ડાબોડી સ્પિનર વિકી ઓસ્તવાલે (Vicky Oswal Wickets U-19 Asia Cup Final) શાનદાર બોલિંગ કરી હતી. તેણે 8 ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી. ઓફ સ્પિનર કૌશલ તાંબેએ પણ 2 વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમે સેમીફાઈલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સાથે જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. વરસાદને કારણે મેચ 38-38 ઓવરની કરવામાં આવી હતી.
ખરાબ બેટિંગ : લક્ષ્યનો પીછો કરતા ભારતીય અંડર-19 ટીમની બેટિંગની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર બેટ્સમેન હરનૂર સિંહ માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ટીમે 8 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અંગક્રિશ રઘુવંશી (56*) અને શેખ રાશિદ (31*)એ ટીમે વિકેટ પડવા દીધી નહોતી. અંગક્રિશે 67 બોલનો સામનો કર્યો હતો.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 47 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે શ્રીલંકાનો સ્કોર 33 ઓવરમાં 7 વિકેટે 74 રન હતો. એ પછી વરસાદ આવ્યો. જેના કારણે કલાકો સુધી રમત અટકી પડી હતી. આ પછી, જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે તેને 38-38 ઓવરની કરી દેવામાં આવી હતી. શ્રીલંકા તરફથી 6 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. નંબર 10 બેટ્સમેન યાસિરો રોડ્રિગોએ સૌથી વધુ અણનમ 19 રન બનાવ્યા હતા.
ભારત આઠમીવાર ફાઇનલમાં પહોંચી, શ્રીલંકાને પાંચમીવાર હરાવ્યું
આ ટૂર્નામેન્ટની 9મી સિઝન છે. ભારતીય અંડર-19 ટીમ આઠમી વખત ફાઇનલમાં પહોંચી હતી અને દરેક વખતે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા જો 7 ફાઈનલની વાત કરીએ તો ટીમે 4 વખત ફાઇનલે શ્રીલંકાને હરાવ્યું. એટલે કે આ ફાઇનલમાં ટીમે શ્રીલંકાને 5મી વખત હરાવ્યું હતું. એક વખત પાકિસ્તાનને હરાવ્યું અને ફરી એકવાર બાંગ્લાદેશને. 2012માં મેચ ટાઈ થયા બાદ ભારત અને પાકિસ્તાન બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારત કુલ સાતવાર ફાઇલમાં જીત્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર