Home /News /sport /

IND vs AUS: Under-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જંગ, જાણો બેમાંથી કઈ ટીમ મજબૂત

IND vs AUS: Under-19 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જંગ, જાણો બેમાંથી કઈ ટીમ મજબૂત

IND vs AUS Under-19 World Cup Semifinal : ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે અન્ડર-19 વર્લ્ડકપમાં સેમિફાઇલ રમાશે, જાણો કેવો રહ્યો છે બંને ટીમો વચ્ચે રેકોર્ડ

IND vs AUS Under19 World Cup Semifinals : એન્ટિગુઆના કુલિજ ક્રિકેટ ગ્રાઉન્ડ (Coolidge Cricket Ground in Antigua) પર ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપ (U-19 World Cup)ની બીજી સેમિફાઇનલ (Semi Final)માં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા (INDvsAUS) સામે થશે. આ ત્રીજી વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા નોકઆઉટ મેચ (knockout match)માં આમનેસામને હશે.

વધુ જુઓ ...
    IND vs AUS Under19 World Cup Semifinals : એન્ટિગુઆના કુલિજ ક્રિકેટ ગ્રાઉન્ડ (Coolidge Cricket Ground in Antigua) પર ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપ (U-19 World Cup)ની બીજી સેમિફાઇનલ (Semi Final)માં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા (INDvsAUS) સામે થશે. આ ત્રીજી વખત છે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા નોકઆઉટ મેચ (knockout match)માં આમનેસામને હશે. ભારત ટુર્નામેન્ટમાં અત્યાર સુધી હાર્યુ નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા સામે તેની છેલ્લી ગ્રુપ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બુધવારની બીજી સેમિફાઇનલ પહેલા ચાલો નજર કરીએ કે ભારત અને ઑસ્ટ્રેલિયા અંડર-19 નોકઆઉટ મેચોમાં એકબીજાને કેવી રીતે ટક્કર આપી આગળ રહ્યા છે:

    1. IND vs AUS : 2000 U-19 વર્લ્ડ સેમિફાઇનલ


    કેપ્ટન મોહમ્મદ કૈફની આગેવાની હેઠળ ભારતે 1999/2000 U-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં શેન વોટસન, શોન માર્શ અને મિશેલ જોન્સન જેવા ખેલાડીઓ ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમનો સામનો કર્યો હતો. ઓપનર રવનીત રિકીએ સદી ફટકારી હતી જ્યારે અનુપ દુબેએ ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે (284/6) ઓસ્ટ્રેલિયા (114)ને 170 રનના માર્જિનથી હરાવ્યું હતું.

    આ પણ વાંચો : IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં સૌથી વઘુ રન કરનાર બેટ્સમેન, જાણો કોણ છે બેટિંગનાં બાદશાહ

    1. IND vs AUS : 2012 U-19 વર્લ્ડ કપ ફાઇનલ


    ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં હરાવ્યા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટાઉન્સવિલેમાં 2012 U-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ફરી મેદાનમાં ટકરાયા હતા. ઓસ્ટ્રેલિયાને કુલ 225/8 પર અટકાવી ભારતે કેપ્ટન ઉન્મુક્ત ચંદની સદીના આધારે મેચ 6 વિકેટે જીતી લીધી અને ત્રીજો અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

    1. IND vs AUS : 2018 U-19 વર્લ્ડકપ ફાઇન


    માઉન્ટ મૌનગાનુઇમાં 2018માં ટુર્નામેન્ટની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે ચોથો અંડર-19 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી ભારતે પૃથ્વી શોની આગેવાની 216 રનમાં ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું હતું.

    આ પણ વાંચો : IPL Mega Auction: IPLની હરાજી માટે 590 ખેલાડીઓના નામની યાદી જાહેર, અહીં જાણો બધુ

    1. IND vs AUS : 2020 U-19 વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલ


    પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળ ભારતે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં જગ્યા મેળવવા માટે પોચેફસ્ટ્રુમમાં પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી. પ્રથમ બેટિંગમાં ઉતર્યા બાદ ભારતે યશસ્વી જયસ્વાલ અને અથર્વ અંકોલેકરની અડધી સદીના આધારે નવ વિકેટે 233 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. જેની સામે જવાબમાં ઓસ્ટ્રેલિયા 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે 74 રનથી મેચ જીતી લીધી.

    નોંધનીય છે કે, તે એડિશનની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ભારતની હારથી પાંચમું અંડર-19 વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું રોળાઇ ગયું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND vs AUS, Under-19 World cup 2022, ક્રિકેટ

    આગામી સમાચાર