Home /News /sport /

અંડર 19 વર્લ્ડકપ 2018: ઓસ્ટ્રેલિયાને પછાડી ભારતનો શાનદાર આગાઝ

અંડર 19 વર્લ્ડકપ 2018: ઓસ્ટ્રેલિયાને પછાડી ભારતનો શાનદાર આગાઝ

ભારતે જીત સાથે અંડર19 વર્લ્ડ કપમાં તેનાં અભિયાનનો આગાઝ કર્યો છે

ભારતે જીત સાથે અંડર19 વર્લ્ડ કપમાં તેનાં અભિયાનનો આગાઝ કર્યો છે

    નવી દિલ્હી: ભારતે જીત સાથે અંડર19 વર્લ્ડ કપમાં તેનાં અભિયાનનો આગાઝ કર્યો છે. ટીમ ઇન્ડિયાએ તેની પહેલી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને મોટી માત આપી ટૂર્નામેન્ટમાં તેમની જીતનો પાયો નાખ્યો છે. પૃથ્વી શોની કેપ્ટનશીપમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ શાનદાર રમત બતાવીએને ઓસ્ટ્રેલિયાને 100 રનની માત આપી.

    ભારતે ટોસ જીતીને પહેાલં બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની ઓપનિંગ જોડી પૃથ્વી શો અને મનજોત કાલરાએ 180 રનની પાર્ટનરશીપ સાથે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. કેપ્ટન પૃથ્વી નર્વસ નાઇટિંઝનો શિકાર થયો હતો. 94 રન બનાવી તે સદરલેન્ડની બોલ પર કેચ આઉટ થઇ ગયો હતો.

    જે બાડ બેટિંગમાં આવ્યો શુભમન ગિલ અને તેણે મનજોત કાલરાને સાથ આપ્યો. મનજોત પણ 86 રનની અવ્વલ ગેમ રમીને પરમ ઉપ્પલની બોલ પર કેપ્ટન જેસનનાં હાથે કેચ થઇ ગયો હતો. જોકે તે સમયે ભારતનો સ્કોર 200 રન હતો. જે બાદ એક જગ્યાએ શુભમન ગિલ ટકી રહ્યો અને બીજી બાજુથી એક એક કરીને ભારતીય બેટ્સમેન બે ત્રણ મોટા શોટ્સ રમીને પેવેલિયન પરત ફરી ગયા. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 329 રનનો જંગી લક્ષ્યાંક મુક્યો હતો.

    તેના જવાબમાં મેદાન પર ઉતરેલી ટીમ ઓસ્ટ્રેલિયા ટકી ન શકી અને 57 રનની પહેલી પાર્ટનરશીપથી તેમને શરૂઆત કરી. જે બાદ કેપ્ટન જેસન સાંઘા અને જોનાથન મરલોની ટીમ સ્કોરથી આગળ વધ્યા. તેમની સાજેદારી તુટી અને તે બાદ કોઇપણ બેટ્સમેન મેદાન પર ટકી ન શક્યા

    અને ટીમ ઓસ્ટ્રેલિયા 42.5 ઓવરમાં 228 રન બનાવીને આઉટ થઇ ગઇ. આ ઉપરાંત અભિષેક શર્મા અને અંકુલ રોય એક એક વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાનાં બે બેટ્સમેનને રન આઉટ કરાવ્યા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: IND vs AUS

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन