Home /News /sport /

Under 19 World Cup : ભારતને મળ્યા શાનદાર ઓપનર, જયસૂર્યા-કાલુવિતર્ણા જેવી મચાવી છે ધમાલ

Under 19 World Cup : ભારતને મળ્યા શાનદાર ઓપનર, જયસૂર્યા-કાલુવિતર્ણા જેવી મચાવી છે ધમાલ

Under 19 Cricket World Cup : અન્ડર-19 વર્લ્ડકપમાં સનથ જયસૂર્યા અને રોમેશ કાલુ વિતર્ણા જેવા ઓપનર ભારત માટે રમશે

ICC Under 19 World Cup : Cricket World Cup  1996માં શ્રીલંકા (Srilanka)ના વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પાછળ લેફ્ટ હેન્ડ બેટ્સમેન સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) અને વિકેટકીપર રોમેશ કાલૂવિતર્ણા (Romesh Kaluwitharana)નો મોટો ફાળો રહ્યો હતો. જાણો કેમ આ બંને ખેલાડીની તેમની સાથે થઈ રહી છે સરખામણી

વધુ જુઓ ...
  Cricket World Cup  1996માં શ્રીલંકા (Srilanka)ના વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પાછળ લેફ્ટ હેન્ડ બેટ્સમેન સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) અને વિકેટકીપર રોમેશ કાલૂવિતર્ણા (Romesh Kaluwitharana)નો મોટો ફાળો રહ્યો હતો. શ્રીલંકાએ આ વર્લ્ડ કપમાં એક પ્રયોગ તરીકે આ જોડી સાથે પોતાની ઇનિંગ્સની શરૂઆત કરી અને આ જોડી હિટ પણ રહી. વર્લ્ડ કપમાં આ ઓપનિંગ જોડીએ દિગ્ગજ બોલરો સામે પ્રથમ 15 ઓવર જ શાનદાર પ્રદર્શન કર્યું અને ODI ક્રિકેટમાં બેટિંગની રીત જ બદલી નાંખી હતી. હવે ભારતને પણ જયસૂર્યા અને કાલૂવિતર્ણાની આ જોડી મળી ગઈ છે, જે અંડર-19 વર્લ્ડ કપ (Under-19 World cup)માં પોતાના બેટથી ધમાલ મચાવતી નજરે પડી શકે છે.

  ભારત માટે આ જોડીનો જયસૂર્યા 18 વર્ષનો સિદ્ધાર્થ યાદવ (Siddharth Yadav) છે અને તેના પાર્ટનર તરીકે સિલેક્ટર્સે 17 વર્ષીય વિકેટ-કીપર બેટ્સમેન આરાધ્ય યાદવ (Aradhya Yadav) ને ભારતની અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં શામેલ કર્યા છે. આ બન્ને ખેલાડીઓમાં બે બાબતોની સમાનતા જોવા મળે છે.

  પ્રથમ એ કે બંને એક જ શહેર ગાઝિયાબાદથી આવે છે અને બીજું બન્નેએ કોચ અજય શર્મા પાસેથી ક્રિકેટની તાલિમ મેળવી છે. જો બધુ બરાબર રહ્યું તો આ જોડી આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે એ જ કામ કરતી જોવા મળી શકે છે, જે 1996માં શ્રીલંકા માટે જયસૂર્યા અને કાલૂવિતર્ણાએ કર્યું હતું.

  આ પણ વાંચો : IND vs SA: આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બૉલર, ત્રીજુ નામ ચોંકાવનારું

  સિદ્ધાર્થના કોચ છે પૂર્વ ભારતીય ક્રિકેટર અજય શર્મા

  સિદ્ધાર્થની અંડર-19 વર્લ્ડ કપ ટીમ સુધી પહોંચવાની સફરમાં આરાધ્યના પિતાની ભૂમિકા પણ મહત્વની રહી છે. સિદ્ધાર્થના પિતા શ્રવણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં આ અંગે ચર્ચા કરી હતી. 'સિદ્ધાર્થના પિતા શ્રવણ જણાવે છે કે થોડા વર્ષ અગાઉ હું અંડર-16 ટ્રાયલમાં આરાધ્યના પિતા અજય યાદવને મળ્યો હતો. પછી મેં અજયને વિનંતી કરી કે તે મારા પુત્ર સિદ્ધાર્થ માટે પણ એક સારો કોચ શોધવામાં મદદ કરે. ત્યારે અજય યાદવે કહ્યું કે હું સિદ્ધાર્થને તેમની જ એકેડમી (TN મેમોરિયલ ક્રિકેટ એકેડમી)માં મોકલું.' જ્યાં પૂર્વ ભારતીય ક્રિકેટર અજય શર્મા મુખ્ય કોચ છે. સિદ્ધાર્થની ક્રિકેટ કારકિર્દી માટે આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.

  સિદ્ધાર્થ- આરાધ્યની જોડી વર્લ્ડ કપમાં મચાવશે ધમાલ

  આ ક્રિકેટ એકેડમીમાં જ સિદ્ધાર્થ અને આરાધ્ય પહેલી વખત એકબીજાને મળ્યા હતા. જો કે તે વખતે આરાધ્ય સ્ટેટ લેવલે અંડર-14માં રમી ચૂક્યો હતો. થોડા વર્ષો પહેલા સુધી આરાધ્યનો મોટો ભાઈ અંકિત ક્રિકેટમાં પોતાનું નસીબ અજમાવવા માટે સખત મહેનત કરી રહ્યો હતો. જ્યારે આરાધ્ય 8 વર્ષનો થયો ત્યારે તેના મોટા ભાઈને ટ્રેનિંગ લેતા જોઈને તેનો પણ સ્પોર્ટ્સ તરફ રસ વધવા લાગ્યો.

  2016માં આરાધ્યના પરિવારે મુખ્ય કોચ તરીકે અજય શર્મા સાથે એકેડેમી શરૂ કરવા માટે ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી જમીન ભાડે લીધી અને ત્યાંથી જ બંનેએ અંડર-19 વર્લ્ડ કપની ટીમમાં પહોંચવા માટેની પોતાની સફર શરૂ કરી. જણાવી દઈએ કે આરાધ્ય પહેલા ઓલરાઉન્ડર હતો પણ મહેન્દ્ર સિંહ ધોનીથી પ્રેરિત થઈને તેણે વિકેટકીપિંગ કરવાની શરૂઆત કરી.

  સિદ્ધાર્થના પિતાની છે કરિયાણાની દુકાન

  સિદ્ધાર્થની અંડર-19 ટીમમાં પહોંચવાની સફર આરાધ્ય કરતા સાવ વિપરિત હતી. તેના ક્રિકેટર બનવા પાછળ ટેલેન્ટનો જેટલો ફાળો છે તેટલો જ ફાળો તેના પિતાની ધીરજનો પણ છે. એનસીઆરના કોટગાંવ વિસ્તારમાં જનરલ સ્ટોર ચલાવતા શ્રવણે પોતાનો બધો સમય અને કરિયાણાની દુકાનની કમાણીનો મોટો હિસ્સો પુત્રને ક્રિકેટર બનાવવા માટે ખર્ચી નાંખ્યો છે.

  આ પણ વાંચો : Pro Kabaddi League : ગુજરાત જાયન્ટ્સે મારી બાજી, જયપુર પિંક પેન્થર્સનો પ્રથમ મુકાબલામાં પરાજય

  'સિદ્ધાર્થના પિતા જણાવે છે કે સિદ્ધાર્થ માત્ર 4 વર્ષનો હતો, જ્યારે તે મારી પાસે આવતો અને કહેતો કે 'પપ્પા ચાલો ક્રિકેટ રમીએ'. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ મેં તેમાં ક્રિકેટ પ્રત્યે રુચિ વધતી જોઈ. ત્યાર પછી હું તેને બેટિંગ પ્રેક્ટિસ માટે નજીકના મેદાનમાં લઈ જવા લાગ્યો.

  'હું બપોરે 2 વાગ્યે મારી દુકાન બંધ કરી દેતો હતો અને પછી અમે 6 વાગ્યા સુધી મેદાન પર જ રહેતા'

  'હું બપોરે 2 વાગ્યે મારી દુકાન બંધ કરી દેતો હતો અને પછી અમે 6 વાગ્યા સુધી મેદાન પર જ રહેતા અને પછી હું સાંજે જ દુકાને પાછો ફરતો. આ સંઘર્ષ ઘણા વર્ષો સુધી ચાલ્યો અને પછી તેને રાજ્યની અંડર-16 ટીમમાં સ્થાન મળ્યું અને આજે તેની સખત મહેનતના કારણે તેની ભારતીય અંડર-19 ટીમમાંમાં પસંદગી થઈ છે.'
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, ICC Under 19 World Cup

  આગામી સમાચાર