Home /News /sport /

Under-19 Asia Cup: ભારતના નવા અંડર-19 કેપ્ટનની કહાણી, દીકરાને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી નોકરી

Under-19 Asia Cup: ભારતના નવા અંડર-19 કેપ્ટનની કહાણી, દીકરાને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી નોકરી

Yash Dhull India's New Under 19 captain : ભારતના નવા અન્ડર-19 કેપ્ટન યશ ઢુલની કહાણી

Under 19 Asia Cup : યશ યુએઈમાં યોજાનારા અંડર-19 એશિયા કપ (Under-19 Asia Cup) માં ભારતીય ટીમના કેપ્ટન બનશે. તે વિરાટ કોહલી (Virat Kohli) ના પગલે ચાલી રહ્યો છે

  Under-19 Asia Cup:  દેશ માટે રમવું દરેક ક્રિકેટર (Cricketer) નું સપનું હોય છે. આ સાથે જ જો કેપ્ટન બનવાની તક મળી જાય તો વાત જ શું કહેવી. એવું જ કંઈક થયું દિલ્લીના જનકપુરીમાં રહેનારા યશ ઢુલ (Yash Dhull) સાથે. યશ યુએઈમાં યોજાનારા અંડર-19 એશિયા કપ (Under-19 Asia Cup) માં ભારતીય ટીમના કેપ્ટન બનશે. તે વિરાટ કોહલી (Virat Kohli) ના પગલે ચાલી રહ્યાં છે. વિરાટ પણ ભારતીય અંડર 19 ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. તેમની આગેવાનીમાં 2008માં ભારતે અંડર 19 વિશ્વ કપ (Under-19 World Cup) માં જીત મેળવી હતી. હવે આ જ અપેક્ષાઓ યશ પાસેથી પણ છે.

  અંડર 19 એશિયા કપ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે સિલેક્ટ થયા બાદ યશ ઢુલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાના ક્રિકેટર બનવાની સ્ટોરી અને તેમના પરિવારે તેની માટે કેટલો મોટો ત્યાગ કર્યો તે અંગે જણાવ્યું. મિડલ ઓર્ડર બેટ્સમેન યશે જણાવ્યું કે, મારું કરિયર હાલમાં શરૂ જ થયું છે. તે પોતાના અંડર 16 દિવસોથી દિલ્હીની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને તેમને લાગી રહ્યું છે કે જો તે આ જ રીતે રમતા રહ્યાં તો તે જરૂર સારા સ્તર પર પહોંચશે.

  યશને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી નોકરી

  પોતાના દીકરાની ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદગી થવાથી પિતા વિજય પણ ઘણા ખુશ છે અને આ ખુશી પર તેમને પોતાના બધા સંઘર્ષ યાદ આવા ગયા છે કે કઈ રીતે પોતાના દીકરાને ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તે હાલમાં એક કોસ્મેટિક બ્રાન્ડ માટે એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યાં છે.

  આ પણ વાંચો : ક્રિસ ગેલનો સૌથી ઝડપી T20 સદીનો રેકોર્ડ તોડી શકે છે આ 5 સ્ફોટક બેટ્સમેન, ભારતનો ખેલાડી પણ છે સામેલ

  તેમણે જણાવ્યું કે, જો તમે એવું ઈચ્છો કે તમારો દીકરો દિલ્હી જેવા શહેરમાં ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવે, તો તમારે કેટલાક કોમ્પ્રોમાઈસ કરવા જ પડશે. મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે હું યશને પૂરતો સમય આપું, જેથી કરીને તો આમ તેમ જવાને બદલે પોતાના ક્રિકેટ પર જ ધ્યાન આપે. આ જ કારણે મેં પોતાના કરિયર વિશે ન વિચારી અને પોતાની નોકરી છોડી દીધી.

  દાદાની પેન્શન પર ચાલ્યો ઘર ખર્ચ

  યશના પિતા વિજય આગળ જણાવે છે કે, મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે યશને નાની ઉંમરમાં જ રમવા માટે સારી કિટ મળે. મે તેને સૌથી સારા ઈંગ્લિશ વિલો બેટ આપ્યા. યશ પાસે માત્ર એક જ બેટ નહોતું. હું સમયે સમયે તેનું બેટ બદલી નાંખતો હતો. અમે અમારા ખર્ચમાં કાપ મુક્યાં. મારા પિતા એક સૈનિક હતા. રિટાયરમેન્ટ પછી તેમને મળનારી પેન્શનથી ઘરના ખર્ચા ચાલતા હતા. યશ હંમેશા એ વાત સમજતો કે અમે કઈ રીતે તેની માટે આ બધું કરી રહ્યાં છીએ.

  માતાએ સૌથી પહેલા જોયા યશમાં ક્રિકેટર બનવાના ગુણ

  પપ્પાને આજે પણ યાદ છે કે યશમાં ક્રિકેટર બનવાના ગુણ નજર આવ્યા હતા. તેમણે આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે, તેમની પત્નીએ પહેલીવાર ચાર વર્ષના યશમાં બોલની સમજણ અને ક્રિકેટ પ્રત્યેનો તેનો રસ જોયો. તેમણે આ વાત મને અને યશના દાદાજીને જણાવી ત્યાર પછી અમારા પરિવારને અહેસાસ થયો કે યશને ક્રિકેટર બનાવી શકાય છે, ત્યારબાદ ઘરના ધાબે થી યશના ક્રિકેટની શરૂઆત થઈ

  પોતે પિતા પણ કલાકો સુધી ધાબા પર યશને બેટિંગની પ્રેક્ટિસ કરાવતા હતા. 11 વર્ષની ઉંમરથી જ બાળ ભવન સ્કૂલ એકેડમીમાં જતા પહેલા તેને ભારતી કોલેજમાં એક લોકલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવામાં આવ્યો હતો. 12 વર્ષની વયમાં યશે અંડર 14માં દિલ્લીની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારે પરિવારને અહેસાસ થયો કે તે યોગ્ય રસ્તે જઈ રહ્યાં છે અને ક્રિકેટમાં તેનું કરિયર સુરક્ષિત છે. હવે તેના ભણતરની અવગણના કરી શકાય છે.

  પરિવારે મારા માટે ઘણું બધું સહન કર્યું: યશ

  યશની ક્રિકેટર બનવાની ઇચ્છા અને મહત્વકાંક્ષાને પરિવારે પોતાનું લક્ષ્ય બનાવી લીધું હતું. આજે જ્યારે યશને ભારતની અંડર-19 ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા, ત્યારે યશને પોતાના જુના દિવસો યાદ આવી રહ્યા છે. યશ જણાવે છે કે, ઘણી બધી વાતો મને યાદ નથી, પરંતુ જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરુ કર્યું તો મારા સપનાઓ પુરા કરવા માટે મારા પરિવારને બહુ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. તેમણે મારી માટે ઘણું બધું સહન કર્યું પણ હવે લાગે છે કે પરિવારનો એ સંઘર્ષ ધીમે ધીમે સફળતામાં પરિણમ્યો છે.

  આ પણ વાંચો : Ashes: આ બૉલરની ધીરજની થઈ ખરેખરની કસોટી, 400મી ટેસ્ટ વિકેટ લેવા જોવી પડી એક વર્ષ રાહ

  યશ ટૂંક જ સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઇન્ડિયા અંડર-19 ટીમમાં સામેલ થવા માટે બેંગલુરુ જશે. યશ આની પહેલા દિલ્હીની અંડર-16, અંડર-19 અને હાલમાં જ ચેલેન્જર ટ્રોફી અંડર-19ની ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. આવામાં એમનાથી એશિયા કપમાં વધારે સારા પ્રદર્શનની અપેક્ષાઓ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, Sports News in Gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन