ખેલાડીઓ અને દર્શકો ઉપર કીડાઓનો હુમલો, મેચ રદ કરવી પડી

કીડાએ દર્શકો, અમ્પાયરો અને ખેલાડીઓ ઉપર હુમલો કરી દીધો

News18 Gujarati
Updated: November 6, 2019, 8:13 AM IST
ખેલાડીઓ અને દર્શકો ઉપર કીડાઓનો હુમલો, મેચ રદ કરવી પડી
ખેલાડીઓ અને દર્શકો ઉપર કીડાઓનો હુમલો, મેચ રદ કરવી પડી
News18 Gujarati
Updated: November 6, 2019, 8:13 AM IST
ક્રિકેટની રમત વરસાદ સિવાય અન્ય ઘણા કારણોસર રદ કરવામાં આવી શકે છે. ક્યારેક ફ્લડ લાઇટ્સ બંધ હોય છે તો ક્યારેક મધમાખી હુમલો કરી દે અથવા તો ક્યારેક મેદાનમાં કુતરો ઘુસી જાય તો મેચ રોકવી પડે છે. આ દરમિયાન એક મેચ રદ કરવાનો એક નવો મામલો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં એક મેચ કીડા (એક પ્રકારની જીવાત)ના કારણે (Australia Bug Attack) રદ કરવાની ફરજ પડી છે.

ઓસ્ટ્રેલિયા (Australia)માં ગત સપ્તાહે એક અંડર 14 ક્રિકેટ મેચ ચાલી રહી હતી, જેને જીવાતના કારણે રદ કરવી પડી હતી. સનરેશિયા ગર્લ્સ ક્રિકેટની બે ટીમો વર્કસ ગોલ અને નિકોલ્સ પોઇન્ટ ક્રિકેટ ક્લબ વચ્ચે ચાલી રહેલા મુકાબલામાં કીડાએ દર્શકો, અમ્પાયરો અને ખેલાડીઓ ઉપર હુમલો કરી દીધો હતો. જેના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ક્રિકેટ મેચમાં આવા અજીબોગરીબ કારણથી રોકવામાં આવે તેવી બહુ ઓછી ઘટના બને છે.આ પણ વાંચો - એમએસ ધોની બાંગ્લાદેશ સામે કોમેન્ટ્રી કરશે, શું ખતમ થઈ ગઈ ક્રિકેટ કારકિર્દી?

આ કારણોથી પણ અટકાવી પડી છે મેચ
2017માં દિલ્હી અને યૂપી વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચને તે સમયે રોકવી પડી હતી જ્યારે એક વ્યક્તિ પાલમ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ગાડી લઈને ઘુસી ગયો હતો. પાલમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘણા સ્ટાર્સ ખેલાડી રમી રહ્યા હતા અને ગ્રાઉન્ડના મેન ગેટ પર કોઈ સુરક્ષાકર્મી ન હતો. આ દરમિયાન એક કાર મેદાનની અંદર ઘુસી ગઈ હતી અને પિચની પાસે ઉભી રાખી દેવામાં આવી હતી.
Loading...

2017માં બ્લોમફોંટેનમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ મેચ લંચ પછી લેટ શરુઆત થઈ હતી. તેનું કારણ એ હતું કે બાંગ્લાદેશની ટીમે લંચમાં લેટ કર્યું હતું. 2007માં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં એકાએક આલાર્મ સિગ્નલ વાગતા મેચ રોકવી પડી હતી. સ્ટેડિયમમાં રસોઈ દરમિયાન કૂક દ્રારા ભૂલથી ખાવાનું બળી ગયું હતું અને ચારે તરફ ધુમાડો ફેલાઇ ગયો હતો. જેથી ફાયર આલાર્મ વાગ્યું હતું અને મેચ રોકવી પડી હતી.
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...