T20 World Cup: IPLની સિઝનમાં સૌથી ફાસ્ટ બોલ ફેકનાર આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં થયો સમાવેશ

હૈદરાબાદના ખેલાડીના ખેલાડી ઉમરાન મલિકનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થયો છે. તસવીર- Twitter/SRH

જમ્મુ કાશ્મીરના પેસ બોલર ઉમરાન મલિક (Umaran Malik) હાલમાં જ ટીમ ઈન્ડિયાન પ્રમિમિયર લીગની 14મી સિઝનમાં (IPL 2021)માં સનરાઈઝપ્સ હૈદરાબાદ (SRH) માટે રમે છે. અને તેના કેપ્ટન કોહલીએ વખાણ કર્યા હતા.

  • Share this:
    નવી દિલ્હી: પોતાની ગતિથી તમામ લોકોને પ્રભાવિત કરનાર જમ્મુ-કાશ્મીરના પેસ બોલર ઉમરાન મલિક (Umran Malik)ને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે (T20 World Cup) ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. જો કે તેની પસંદગી નેટ બોલર તરીકે થઈ છે. ઉમરાન મલિક અત્યારે ઈન્ડિયન પ્રીમિયર સીગની 14મી સિઝન (IPL 2021)માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમ્યો છે. તેણે આઈપીએલ સીઝનની સૌથી ફાસ્ટ બોલ ફેક્યો હતો અને ત્યાર બાદ વિરાટ કોહલીએ પણ તેના વખાણ કર્યા હતા.

    BCCI સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. સૂત્રોએ એએનઆઈને કહ્યું, "હા, તે (ઉમરાન) નેટ બોલર તરીકે ટીમ સાથે રહેશે. તેણે આઈપીએલમાં તેની ગતિથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વિરાટ કોહલીને પ્રભાવિત કર્યો હતો. અમને લાગે છે કે, બેટ્સમેનો માટે નેટ્સમાં તેનો સામનો કરવો સારો વિચાર હશે. તે તેમના માટે પણ સારો અનુભવ હશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેનો સામે બોલિંગ પણ તેમને ઘણો અનુભવ આપશે.

    અગાઉ મલિકે કહ્યું હતું કે, ઝડપી બોલિંગ તેના માટે સ્વાભાવિક છે અને શરૂઆતથી જ તેણે બેટ્સમેનોની એકાગ્રતા તોડવા માટે ઝડપી બોલિંગ કરી છે. હૈદરાબાદના આ ઝડપી બોલરે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે IPL-2021નો સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 152.95 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. મલિકે ઈનિંગની 9મી ઓવરના ચોથા બોલમાં દેવદત્ત પડિકલ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

    મેચ બાદ ઉમરાન મલિકે iplt20.com માટે એક વિડીયોમાં ભુવનેશ્વર કુમારને કહ્યું, 'હું શરૂઆતથી ઝડપી બોલિંગ કરતો હતો. જ્યારે હું કોસ્કો બોલથી ક્રિકેટ રમતો હતો ત્યારે પણ હું ઝડપી બોલિંગ કરતો હતો. અમે એક ઓવરની મેચ રમતા હતા. હું ઝડપથી દોડતો અને યોર્કર્સ ફેંકતો. વર્ષ 2018 માં મેં અંડર -19 માટે ટ્રાયલ આપી હતી. હું બોલિંગ કરતો હતો, પસંદગીકારોએ મને જોયો. હું જોગર શૂઝ સાથે બોલિંગ કરતો હતો, પછી મારા મિત્રએ મને સ્પાઇક શૂઝ અપાવ્યા હતા. પછી મને અંડર -19 ટીમમાં તક મળી. હું બાદમાં અંડર -23 ક્રિકેટ રમ્યો હતો.

    આ પણ વાંચો: શિખા પાંડેએ ફેંક્યો ‘બોલ ઓફ ઘ સેન્ચ્યુરી’, બોલ જોઈ દિગ્ગજ ખેલાડીઓ પણ થયા હક્કા બક્કા

    ઉમરાને વધુમાં કહ્યું કે, 'હું 2018 થી નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યો છું. અંડર -23 પછી, મેં વિજય હજારે અને રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમી. મને આ તક આપવા બદલ હું હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. ઈરફાન પઠાણે મને સારુ માર્ગ દર્શન આપ્યું અને કહ્યું કે, હું ક્યાં સારુ કરી શકું છું. હું પહેલા ડરી ગયો હતો. જ્યારે મારે નેટ્સમાં વોર્નર અને વિલિયમસનને બોલિંગ કરવી પડી. મેં ભગવાનને પ્રાર્થના કરી કે મારે માત્ર સારા બોલ બોલ કરવા જોઈએ. મેં શીખવાનું ચાલુ રાખ્યું અને તેનાથી મને મદદ મળી હતી.
    Published by:kuldipsinh barot
    First published: