Home /News /sport /ક્રિકેટપ્રેમીઓ જેની રાહ જોતા હતા એ થઈ ગયું, ન્યુઝીલેન્ડ સામે વન-ડેમાં બે બોલર્સનુ ડેબ્યુ, સંજુને મળ્યો ચાન્સ

ક્રિકેટપ્રેમીઓ જેની રાહ જોતા હતા એ થઈ ગયું, ન્યુઝીલેન્ડ સામે વન-ડેમાં બે બોલર્સનુ ડેબ્યુ, સંજુને મળ્યો ચાન્સ

ન્યુઝીલેન્ડ સામે વન-ડેમાં ઉમરાન માલિક અને અર્શદીપ સિંઘનું પદાર્પણ

Umran Arshdeep debut: આજે ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારત વતી બે ખેલાડીઓએ ડેબ્યું કર્યું હતું અને સાથે ચાહકોને સંજુ સેમસન પણ બેટિંગ કરતો જોવા મળશે.

    INDvsNZ: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં રમાઈ હતી. મેચમાં ન્યુઝીલેંડના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

    આજે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યુ

    આજની મેચમાં કેપ્ટન શિખર ધવને બે નવા ખેલાડીઓને વન-ડે ક્રિકેટમાં ડેબ્યું કરાવ્યુ હતું. આ બે ખેલાડીઓ એટ્લે અર્શદીપ સિંઘ અને ઉમરાન માલિક. જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આજે તેને તક મળી હતી. ઉમરાન IPL માં તેના શાનદાર પ્રદર્શનથી ચમક્યો હતો અને પસંદગીકારોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.





     બંને ઓપનર્સની ફિફ્ટી

    ભારત તરફથી ઓપનિંગ પાર્ટનરશીપ કરવા ઉતરેલા શિખર ધવન અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા બંનેએ ફિફ્ટી મારી હતી. બંનેએ કેટલાક દર્શનીય શૉટ ફટકારીને શતકીય ભાગીદારી નોંધાવી હતી.

    આ પણ વાંચો: INDvsNZ: પ્રથમ વન-ડેમાં 'શુભ' શરૂઆત, ધવન-ગિલે 'મન' ખુશ કરી દીધું, બંનેની શાનદાર અર્ધી સદી

    ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઉમરાન મલિકને ટીમમાં નહોતો લીધો. ફાસ્ટ બોલિંગ થોડી નબળી લાગી રહી હતી ત્યારે જ ભારતીય ક્રિકેટ ફેંસમાં માંગ ઉઠી હતી કે ઉમરાનને ટીમમાં સ્થાન આપવામાં આવે. હવે ચાહકોની માંગ પૂરી થઈ ગઈ છે. અમુક બેટ્સમેન પણ સતત નિષ્ફળ જઇ રહ્યા છે ત્યારે સંજુ સેમસનને તક આપવા માટે માંગ કરવામાં આવી રહી હતી અને આજે તે પણ રમતો દેખાયો હતો. સંજુ સારી બેટિંગ કરી શક્યો હતો પણ ફિફ્ટી કે મોટો સ્કોર ઊભો કરવામાં નિષ્ફળ ગયો હતો અને 38 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો.   

    આ પણ વાંચો: સૂર્યકુમારને ખરીદવાની આપણી તાકાત નથી, પૈસા ખૂટી પડશે, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટરનું સૂર્યા અંગે નિવેદન

    ઋષભ પંત આજે પણ નિષ્ફળ

    જો કે ત્યાર બાદ શ્રેયસ ઐયર અને ઋષભ પંત બેટિંગમાં આવ્યા હતા અને તેમણે જ્વાબદારી સંભાળી હતી. જો કે ઋષભ પંત આજે પણ નિષ્ફળ ગયો હતો અને 23 બોલમાં માત્ર 15 આરએન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઋષભને ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો અને ત્યાર બાદ ઇન ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગમાં આવ્યો હતો. તેણે અવતાવેંત જ પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો અને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. પણ ત્યાર પછી માત્ર ચાર રનના સ્કોરે સૂર્યા પણ વિકેટની પાછળ કેચ આપી બેઠો હતો અને ફર્ગ્યુસનનો જ શિકાર બન્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन