એડિલેડ ટેસ્ટમાં ટીમ ભારતીય ઇનિંગ્સ દરમિયાન અમ્પાયર નિગેલ લોંગે ત્રણ વખત નિર્ણય આપવામાં ભૂલ કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય ખોટા નિર્ણય ભારતના વિરુદ્ધમાં હતા.
નાથન લાયનના બોલ પર અમ્પાયર નિગલેએ બે વખત ચેતેશ્વર પૂજારાને આઉટ આપ્યો અને અને એક વખત અજિંક્ય રહાણેને આઉટ આપ્યો હતો. ભારતે ત્રણેય વખત ડીઆરએસનો નિર્ણય કર્યો હતો અને ત્રણેય વખત અમ્પાયરનો નિર્ણય ખોટો પડ્યો હતો. પૂજારા 71 અને રહાણે 70 રન બનાવી આઉટ થયા હતા. જો મેચમાં ડીઆરએસ ના હોત તો આ મેચ ઓસ્ટ્રેલિયા માટે આસાન બની હોત.
અજિંક્ય રહાણેની અડધી સદી પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં જીત તરફ કૂચ કરી છે. ભારતે આપેલા 323 રનના પડકાર સામે ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી 104 રન બનાવી લીધા છે. આમ તે હજુ 219 રન પાછળ છે અને તેની 6 વિકેટો બાકી છે. સોમવારે ટેસ્ટનો પાંચમો અને અંતિમ દિવસ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર