Home /News /sport /બોલિંગ કરતા સમયે પગ લપસી જતા ધડામ દઈને પડ્યો ઉમેશ યાદવ

બોલિંગ કરતા સમયે પગ લપસી જતા ધડામ દઈને પડ્યો ઉમેશ યાદવ

બોલિંગ કરતા સમયે પગ લપસી જતા ધડામ દઈને પડ્યો ઉમેશ યાદવ

ભારતના 358 રન સામે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 356 રન બનાવી લીધા

    ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની વોર્મઅપ મેચમાં પૃથ્વી શો ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ભારતને શ્રેણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે. આ સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ ઈજાનો શિકાર થતા માંડ-માંડ બચ્યો છે.

    ઉમેશ યાદવે બોલ નાખવા માટે રન અપ લીધું હતું અને તે જેવો બોલ નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે  તેનો પાછલો પગ લપસી ગયો હતો અને તે મેદાનમાં પડી ગયો હતો. મેચના પ્રથમ દિવસે વરસાદ થયો હતો, જેથી પિચની આસપાસ ભીનાશ હતી. આ કારણે ટીમ ઇન્ડિયાના અન્ય એક ખેલાડીને ઈજા પહોંચવાની સંભાવના હતી. જોકે સારી વાત એ રહી કે ઉમેશની ઈજા થઈ ન હતી અને તેણે બોલિંગ ફેકવાનું ચાલુ રાખ્યું હતું.



    ભારતના 358 રન સામે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને શાનદાર જવાબ આપ્યો છે. તેણે ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 356 રન બનાવી લીધા છે. તે ભારત કરતા ફક્ત 2 રન જ પાછળ છે અને તેની 4 વિકેટો બાકી છે. દિવસના અંતે હેરી નીલસન 56 અને એરન હાર્ડી 69 રને રમતમાં છે. આ સિવાય ડાર્સી શોટે 74, મેક્સ બ્રાયંટે 62 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

    આ પણ વાંચો - કેમ પૃથ્વી શોની ઇજાએ વિરાટની ઊંઘ ઉડાડી દીધી છે?
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Umesh yadav

    विज्ञापन
    विज्ञापन