ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન પછી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હવે આગામી વ્યસ્ત આંતરાષ્ટ્રીય સિરીઝની તૈયારી માટે આશીષ નહેરાની સલાહ પર સિંગલ સ્ટમ્પ પર બોલિંગ પર ફોકસ કરી રહ્યાં છે.
યાદવે પ્રેસ ટ્ર્સ્ટને કહ્યું, 'આપણને બધાને ખબર છે કે આશીષ નહેરાને ફાસ્ટ બોલરની કેટલી જાણકારી છે. આ વર્ષ આઈપીએલ દરમિયાન મે તેમના સાથે ઘણો સમય વિતાવ્યો. તેમને મને ટેકનિકને લઈને કેટલીક સલાહો આપી. આઈપીએલ દરમિયાન પણ મે તેમની આપેલી ટેકનિક પર અમલ કર્યુ '
તેમને કહ્યું, 'આશિષ પાજીએ મને કહ્યું કે, સટીક બોલિંગ માટે સિંગલ સ્ટમ્પ પર બોલિંગની પ્રેક્ટિસ કરો. મે એસજી ટેસ્ટ અને ડ્યૂક્સ બંનેમાં આવું કર્યું.'
તેમને કહ્યું કે, આઉટ સ્વિંગર મારી સ્ટાર બોલ છે હું આને ઓફ સ્ટમ્પ પાસે નાંખવાની કશિશ કરુ છું. નહેરાએ મને કહ્યું કે, ગમે તે જેવી પિચ હોય પરંતુ બોલથી એક જેવી લેંથ રાખવી જરૂરી છે. ઘણું બધુ કરવાની કોશિશમાં ગડબડ થઈ જાય છે.
હવે તે ઈનકમિંગ બોલ પણ નાખે છે પરંતુ આને સરપ્રાઈઝના રૂપમાં રખવા ઈચ્છે છે.
તેમને કહ્યું, મે એક વસ્તુ અનુભવી છે કે, જો તમે ખુબ જ ઈનસ્વિંગ નાંખતા નથી પરંતુ તેના પર કામ કરો છો તો ખુબ જ સારૂ છે. હું આનાથી બેટ્સમેનોને હેરાન કરી શકું છું.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર