Home /News /sport /ભારતીય ટીમના ક્રિકેટર સાથે 44 લાખની છેતરપિંડી, ભાઈબંધ અને પૂર્વ મેનેજર જ લગાવી ગયો ચૂનો
ભારતીય ટીમના ક્રિકેટર સાથે 44 લાખની છેતરપિંડી, ભાઈબંધ અને પૂર્વ મેનેજર જ લગાવી ગયો ચૂનો
umesh yadav
UMESH YADAV FRAUD CASE: આઈપીએલના સ્ટાર ફાસ્ટ બોલર અને ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર રહી ચૂકેલ ખેલાડી ઉમેશ યાદવ સાથે ફ્રોડની ઘટના બની છે. તેને મિત્ર દ્વારા જ 44 લાખ રુપિયાનું નુકસાન ગયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
UMESH YADAV FRAUD CASE: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર રહી ચૂકેલ ખેલાડી અને આઈપીએલના સ્ટાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવ સાથે ફ્રોડની ઘટના બની છે. આ ઘટનામાં તેના જ પૂર્વ મેનેજર કે જે સારો મિત્ર રહી ચૂક્યો હોવાની જાણકારી મળી છે તેણે જ ક્રિકેટરને 44 લાખનો ચૂનો લગાવ્યો છે.
ઉમેશ યાદવ ભારતીય ટીમનો રેગ્યુલર ફાસ્ટ બોલર રહી ચૂક્યો છે. તેના પૂર્વ મેનેજર શૈલેષ ઠાકરેએ તેની સાથે છેતરપિંડી કરી છે અને તેની સાથે 44 લાખ ના ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ લાખો રૂપિયામાં છેતરપિંડીનો શિકાર બન્યો છે. ઉમેશને તેના પૂર્વ મેનેજર દ્વારા દગો આપવામાં આવ્યો છે. ઉમેશે નાગપુરના કોરાડીમાં પૂર્વ મેનેજર શૈલેષ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શૈલેષે ઉમેશ સાથે રૂ. 44 લાખની છેતરપિંડી કરી છે. આ વાતની નાગપુર પોલીસે પણ પુષ્ટિ કરી છે.
નાગપુર ડીસીપી અશ્વની પાટીલે કહ્યું, “ પ્રોપર્ટી ખરીદવા માટે શૈલેષ ઠાકરે નામના વ્યક્તિએ ઉમેશ યાદવના નામે 44 લાખ રૂપિયા લીધા બાદ ક્રિકેટરને છેતર્યો હતો. આઈપીસીની કલમ 406 અને 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શૈલેષ પહેલા ઉમેશના મેનેજર તરીકે કામ કરતો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં છે ઉમેશ ઉમેશ યાદવના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો ઉમેશે અત્યાર સુધી 54 ટેસ્ટમાં 165 અને 75 વનડેમાં 106 વિકેટ ઝડપી છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં તેને રમવાની તક મળી શકે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર