Home /News /sport /

2015 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી..! આ ખેલાડીને થઇ હતી કરોડોની ઓફર

2015 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી..! આ ખેલાડીને થઇ હતી કરોડોની ઓફર

ફાઇલ તસવીર

વર્ષ 2015ના વર્લ્ડકપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ ફિક્સ હોવાની વાત આજે ફરી ચર્ચામાં આવી છે.

    સામાન્ય રીતે ક્રિકેટની દુનિયામાં મેચ ફિક્સિંગની ચર્ચાઓ તો થતી જ રહે છે. ત્યારે વર્ષ 2015ના વર્લ્ડકપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ ફિક્સ હોવાની વાત આજે ફરી ચર્ચામાં આવી છે. સામાન્ય રીતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક મેચ હાઇ પ્રોફાઇલ જ હોય છે. પરંતુ અહીં 2015માં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં મરાયેલી ભારત-પાકિસ્તાનની મેચ છે. ઓસ્ટ્રેલિયાના એડીએલમાં રમાયેલી 2015ના વર્લ્ડકપની આ પહેલી મેચ હતી. જેનાથી વર્લ્ડકપની શાનદાર શરૂાત થઇ હતી.

    આ મેચમાં પાકિસ્તાના માટે વિકેટ કિપિંગ કરનારા ખેલાડી ઉર અકમલે તાજેતરમાં પાકિસ્તાનની એક ટીવી ચેનલમાં ખુલાસો કર્યો હતો કે, તેને બે બોલ છોડવાના બુકીઓ દ્વારા મોટી રકમની ઓફર આપવામાં આવી હતી. ઉમર અકમલના આ નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટમાં હોહા મચી ગઇ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત પીસીબીની એન્ટી કરપ્શન યુનિટ સામે ઉમર અકમલને બુધવારે રજૂ થવા માટે પણ કહ્યું છે. હવે જોવાનું એ છે કે, ઉમર અકમલ પોતાના દાવાઓના પક્ષમાં કોઇ પુરાવા રજૂ કરીને વધારે આગળ લઇ જાય છે કે નહીં.

    વર્લ્ડકપ 2015નો આ મેચ

    ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી ગ્રુપ મેચમાં પહેલી બેટિંગ કરીને ભારતીય ટીમે 7 વિકેટના નુકસાન સાથે 300 રન બનાવ્યા હતા. આ મેચમાં શિખર ધવને 73 રન અને વિરાટ કોહલીએ 107 રનની ઇનિંગ રમી હતી. સુરેશ રૈનાએ પણ આ મેચમાં 74 રન બનાવ્યા હતા. સોહેલ ખાનને ભારતીય ટીમની પાંચ વિકેટો લીધી હતી. ભારતીય ટીમે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની 224 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન માટે સૌથી વધારે રન કેપ્ટન મિસ્બાહ ઉલ હકે 76 રન બનાવ્યા હતા. રૂપિયાની ઓફર થવાની વાતને સ્વીકારનાર ઉમર અકમસ 4 બોલમાં 0 રન બનાવીને આઉટ થઇ હતી.

    અકમલની સ્વીકારેલી વાત

    ઉમર અકમલે ટીવી ચેનલ ઉપર જણાવ્યું હતું કે, વર્લ્ડકપ 2015માં ભારત સામે ગ્રુપ મેચમાં બે બોલ ઉપર શોર્ટ ન રમવા માટે 1 કરોડ 36 લાખ (2,00,000 યુએસ ડોલર)ની ઓફર થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને પહેલી ઓફર 2012માં હોંગકોંગ સુપર સિક્સેસ માટે રમતા હતા તે દરમિયાન થઇ હતી. ત્યારબાદ તેમને યુએઇમાં સાઉથ આફ્રિકા સિરિઝ દરમિયાન ઓફર મળી હતી. આ સાથે ઉમર અકમલે જણાવ્યું હતું કે, ભારત સામે થનારી દરેક મેચો પહેલા તેમને પૈસાની ઓફર થતી હતી. તેમણે જણાવ્યું કે, તેણે બોર્ડને અનેક લોકોને પકડાવવામાં મદદ કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેણે આ ઓફરને સ્વીકાર ન્હોતી અને હંમેશા બોર્ડને જાણકારી આપી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: PCB

    આગામી સમાચાર